શનિવાર, 7 મે, 2011

Love and Spirituality

આધ્યાત્મિક પ્રેમ

કોઈ પણ વ્યક્તિ ના હૃદયમાં જો પ્રેમ ના હોય તો તે આધ્યાત્મિક માર્ગ પર યાત્રા કરી શકે જ નહિ.
કારણ કે પ્રેમ જ ચાવી છે દરેક બંધનો ની,
પ્રેમ માર્ગ ચીંધે છે,
પ્રેમ જ માર્ગ છે. પ્રેમ વિશે વાતો કરવી એ સમય ને વેડફવા જેવું છે.
તેને જીવન માં જીવી અને પ્રત્યક્ષ કરી બતાવવો જોઈએ,
આપણાં માનવ બંધુઓ પ્રત્યે પ્રેમ વહાવવા માં જાતને સંપૂર્ણ પણે ભૂલી જવી જોઈએ.
આપણે તેઓ ને જેટલા વધુ ચાહીશું તેટલા જ ભગવાન કે આપણા ઇષ્ટદેવ ને વધારે ચાહીશું,
આખરે આપણા ઇષ્ટદેવ પણ એક બીજા પ્રત્યે પ્રેમ-ભાવ રાખવાનું જ તો કહે છે.

માત્ર બીજા પ્રત્યે સહિષ્ણુતા હોય એટલું જ પુરતું નથી,
જરૂર છે સાચે સાચા પ્રેમ ની.


પ્રેમ માં કદી માલિકી ભાવ હોતો નથી,
પ્રેમ પ્રિય પાત્રને મુક્ત કરે છે.


આપણે જ્યારે માલિકી ભાવ ધરાવતા હોઈએ ત્યારે કોઈ પણ ને સાચા અર્થ માં સહાય કરી શકીએ નહિ.
કારણ કે દરેક વ્યક્તિ પોતાને પામવા માટે, પોતાનું જીવન જીવવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
આપણે જ્યારે કોઈ પર માલિકીભાવ  રાખીએ ત્યારે તેની આધ્યાત્મિક પ્રગતિ રૂંધાઇ જાય છે.
માટે એવું કદાપી નાં કરવું જોઈએ.
કારણ કે આત્મા ની સ્વતંત્રતા દરેક જણ માટે પાયાની જરૂરીયાત છે.


આપણે તો બસ પ્રેમ કરતો રહેવાનો છે..
બીજું બધું ઈશ્વર પર છોડીદેવાનું છે...

સ્વામી નીરવ ચરણ દાસજી મહારાજ !!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.