સોમવાર, 13 ઑગસ્ટ, 2012

Platonic Love...!!

પ્લેટોનિક લવ - સિર્ફ એહેસાસ હૈ, યે રૂહ સે મેહસૂસ કરો ...

પ્રેમ  એવી લાગણી છે જેનાથી પશુપંખીઓ પણ અલિપ્ત રહી શકતા નથી. 
મોટા ભાગના પ્રેમ સંબંધોમાં  શારીરિક સંબંધ પણ સહજ ગણાય છે. 
પ્લેટોનિક લવ એ પ્રેમનો એવો પ્રકાર છે કે જેમાં શારીરિક સંબંધની વાત જ નથી.
બે વ્યક્તિ એકબીજાની લાગણીને સમજે અને તેના આધારે જે પ્રેમ સંબંધ બંધાય છે 
તે છે પ્લેટોનિક લવ .
.
પરંતુ  આજના જમાનામાં આવો પ્લેટોનિક લવ અર્થાત દિવ્ય પ્રેમ શક્ય છે ?
.
હા શક્ય છે,
ચાલો માંડીને વાત કરીએ આવા અનોખા પ્રેમની ...
.
આજના જમાનામાં સંબંધો સ્વાર્થના બનતા જાય છે ત્યારે માત્ર લાગણી ને આધારે સંબંધ તે વાત બહુ  મોટી છે. પ્લેટોનિક લવની આ જ ખૂબી છે. "સમજણ અને સાચવણીનો સંબંધ એટલે પ્લેટોનિક લવ." 
પ્લેટોનિક લવ ને દિવ્ય પ્રેમ કે ડિવાઈન લવ પણ કહી શકાય. પ્લેટોનિક એ ભારતીય શબ્દ નથી . મુળ ગ્રીક શબ્દ 'પ્લેટો' પરથી બનેલો શબ્દ પ્લેટોનિક એટલે આમ તો "સ્વર્ગીય" કે "દૈવિક".
સરળ ભાષામાં કહીએ તો પ્લેટોનિક લવ એટલે એક એવો સંબંધ કે જેમાં બે વિજાતીય લોકો વચ્ચે એવો પ્રેમ હોય જેમાં લાગણીઓ તો હોય, પણ કોઈ શારીરિક સંબંધ નાં હોય. આ પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. આ પ્રેમમાં વ્યક્તિ સામેવાળા પાસેથી કંઈ અપેક્ષા નથી રાખતી. બસ, એની ખુશીમાં જ પોતાની ખુશી જુએ છે.
સમાજમાં તમને આ પ્રકારના તો ઘણાય કિસ્સા જોવા મળશે. કોઈ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે કે ઓફિસમાં કલીગ વચ્ચે કે પાડોશી સાથે કે પછી આજના ફેસબુક નાં જમાનામાં કોઈ ફેસબુક ફ્રેન્ડ સાથે પણ આ પ્રકારનો પ્રેમ હોઈ શકે, જેમાં ઉંમર કે નાત-જાતના બંધનોથી કે કોઈ પણ પ્રકારની વાસનાથી પણ ઉપરનો, જેના માટે "Larger than Everything" કે "Beyond the Love" કહી શકાય તે પ્રકારનો આવો પ્લેટોનિક લવ હોઈ શકે.
પ્રખ્યાત સાઈકિયાટ્રીસ્ટ ડો. મુકુલ ચોકસી કહે છે કે,
"પ્લેટોનિક લવમાં શરીરનું તત્વ આવતું  જ નથી, એ માત્ર સંવેદના પર રચાતો સેતુ છે."
વધુ આવતા ભાગમાં લખીશ ...!!

3 ટિપ્પણીઓ:

  1. તમે લખ્યું પ્લેલેટોનિક લવમાં શરીરનું તત્વ આવતું જ નથી, એ માત્ર સંવેદના પર રચાતો સેતુ છે છતાં પ્લેટોનિક લવ એટલે એક એવો સંબંધ કે જેમાં બે વિજાતીય લોકો વચ્ચે એવો પ્રેમ....એવી પણ એક ધારણા કરી ..
    એવું કેમ ??
    વિજાતીય હોવું જરૂરી બને ??

    જવાબ આપોકાઢી નાખો
  2. કપિલજી,
    આપ જાણો જ છો કે પ્રવર્તમાન ભારતીય સમાજ માં "સજાતીય" હોવું એ "બીમારી" ગણાય છે...
    અને વિજાતીય પાત્ર સાથે થયેલો પ્રેમ જ ખરા અર્થ માં "પ્રેમ" કહેવાય છે,
    બાકી નાં સંબંધો ને "દોસ્તી", "મિત્રતા" કે "ઋણાનુબંધ" તરીકે સ્વીકારવા માં આવે છે...

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાતજૂન 19, 2013

    પ્રેમને અને આંસુ ને ગાઢ સંબંધ છે.
    જો તમે પ્રેમમાં હો અને હજી સુધી આંખમાંથી આંસુ ન વહ્યા હોય તો વિચારજો કે ક્યાંક કચાશ તો નથી રહી ગઈ ને ?? - આર.માધડ
    .
    સુંદર પ્રયત્ન.

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.