"રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી"
ઉપર ના વાક્ય ને એક સુપ્રસિદ્ધ ફિલ્મીગીત વડે સમજવાનો પ્રયાસ કરીએ...
જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે... ગીતનું ખરું દર્દ તો કોઈ આપણાથી છૂટી જાય, થોડા સમય માટે દૂર ચાલ્યું જાય કે પછી ફરી ક્યારેય પાછું ન આવી શકે એટલું દૂર થઈ જાય ત્યારે વિશેષ અનુભવાતું હોય છે.
અંગત દિલ-ઓ-જાનની વિદાય ટૂંકા ગાળાની હોય કે કાયમી, તે વસમી જ હોય છે.
વિદાય વસમી નીવડવાનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ વહાલી વ્યક્તિનું રિપ્લેસમેન્ટ ક્યારેય મળતું હોતું નથી.
દુનિયામાં અબજો લોકો છે પણ કોઈ એક વ્યક્તિ આપણી ખાસ હોય, એના જેવી બીજી વ્યક્તિ કદાપિ આપણને મળતી નથી.
દરેક વ્યક્તિ અનોખી હોય છે અને એથી પણ અનોખી હોય છે આપણી તેના સાથેની રિલેશનશિપ.
એક મિત્ર કે સંબંધીના ગયા પછી અનેક લોકો સાથે મૈત્રી બંધાતી હોય છે, સંબંધો વિકસતા હોય છે પણ પેલા મિત્ર કે સંબંધીની જે ખોટ હોય છે તે તો ક્યારેય પૂર્ણપણે પુરાતી નથી હોતી.
જી હા, હું એવી જ કોઈ વ્યક્તિ વિષે વાત કરી રહ્યો છું જે આ પોસ્ટ વાંચતી વખતે સતત તમારી નજર સમક્ષ હાજર થઇ ગઈ હતી ...
જી હા, હું એવી જ કોઈ વ્યક્તિ વિષે વાત કરી રહ્યો છું જે આ પોસ્ટ વાંચતી વખતે સતત તમારી નજર સમક્ષ હાજર થઇ ગઈ હતી ...
અને એટલે જ કહી શકાય કે રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી.
.
સાચું ને દોસ્તો ???
.
મને મારા વ્હાલા દાદીમાં આજે ખૂબ જ યાદ આવ્યા એટલે આ લખ્યું ...તમને કોણ યાદ આવ્યું ???
લખી શકો તો કોમેન્ટ માં લખજો, નહીતર ફેસબુક પર મેસેજ કરીદેજો ...
.
અભાર ....
તમે કોની સામે રડી શકો છો ?
જવાબ આપોકાઢી નાખોતમારી નિકટની વ્યક્તિ જો ક્યારેય તમારી પાસે રડી શકી ન હોય તો માનજો કે હજુ સંબંધોમાં કાંઈક ખૂટે છે. હસવાની જગ્યા અસંખ્ય હોય છે પણ રડવાના ખૂણાને ખભા બહુ ઓછા હોય છે...!
( - કૃષ્ણકાંત ઉનડકટ )
ભાઈ આપને કોઈને પ્રેમ કરીએ છીએ અને તે પણ કરે છે પણ એ માણસ જાણવા છતાં અજાણ બનીને આપણી સામે આપણને પ્રેમ નથી કરતો એવો દેખાવ કરે તો એની લાગણીને સામે કઈ રીતે લાવવી ???????????????
જવાબ આપોકાઢી નાખોલાગણી એ સામે લાવવાની હોતી જ નથી એ આપોઆપ વ્યક્ત થઇ જતી હોય છે.
કાઢી નાખોઅને એક અગત્યની વાત...
જો પ્રેમ કરનાર તું પોતે જ હોય તો તારે સામેથી સ્વીકાર કરી લેવો જોઈએ.
પ્રેમ ક્યારેય સ્વીકાર કે અસ્વીકાર ના ભય થી યુક્ત નથી હોતો.
એ જીવંત છે... સતત વહ્યા જ કરે છે...
સમય અને સંજોગ પ્રમાણે આપને તેને "આત્મસાત" કરવો રહ્યો.
.
તારા પ્રશ્ન પ્રમાણે એ "જાણવા છતાં અજાણ બને છે" તો એ જરૂર 'સ્ત્રીપાત્ર' હશે...
આપણા ભારતીય "સભ્ય" સમાજ માં ક્યારેય કોઈ છોકરી એ સામે થી પ્રેમ કબુલ કરવાની "મર્દાનગી" દાખવી હોય એવા દાખલા આંગળી નાં વેઢે પણ ના ગણી શકાય એટલા ઓછા છે...