રવિવાર, 12 મે, 2013

Happy Mother's Day



હાડ  હાડ માં હેત ભર્યું છે ,
વેણ વેણ વરદાન .
ઘેર ઘેર બિરાજે 
એમ "માં" રૂપે ભગવાન. 


"મા" "મા" "મા"

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો "મા"
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓયમા "
સ્કૂલે જતા જતા રોજ કેહતો " બાઇ બાઇ મા '

મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી મા"
ભાઈ બેહનો ને જગડી ને કેહતો " મારી એકલાની મા "

કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , મા "
પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, મા "

વિદેશ ગયો તો યાદ આવતી " હમેશાં તારી, મા"
સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે મા ?"

પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું "ખમ્માં ખમ્માં "
આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે મા "

ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યુંહોય તો " માફ કરજે મા"
ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ માં બને " તૂજ મારી મા " ..!!



 ---*****---  માતૃ દિન  ની  ખુબ ખુબ  હાર્દિક  શુભકામનાઓ. ---*****---

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.