એક દંપતી હતું.
એમનાં લગ્નને લગભગ ત્રીસ વર્ષ થયાં હતાં.
એ લોકો સવારમાં નાસ્તો કરવા બેસે અને રાત્રે જમવા બેસે ત્યારે પતિ હંમેશાં એક વાતની નોંધ કરે.
બ્રેડના પૅકેટમાં ઉપર-નીચે જે જાડી અને થોડી ચવ્વડ બ્રેડ આવે છે એને શેકી, એના પર માખણ લગાવીને એની પત્ની એ જ બ્રેડ એને કાયમ આપતી.
છેલ્લાં ત્રીસ વર્ષથી આ ક્રમ અતૂટ રહ્યો હતો.
એક દિવસ પતિથી ન રહેવાયું.
ઘણા વખતથી એના મનમાં ઘુમરાયા કરતી વાત એણે કહી જ નાખી,
"તું કાયમ મને છેડાની ચવ્વડ અને જાડી બ્રેડ જ આટલાં વરસથી આપે છે. આટલાં વર્ષ તો કાંઇ નથી બોલ્યો,
પણ હવે હું કંટાળી ગયો છું અને આજે તને કહી જ દઉં છું કે હવે પછી હું એ બ્રેડ ક્યારેય ખાવાનો નથી,
પણ હુ તને એક વાત પૂછવા માગું છું કે તું આટલાં વરસથી મને એવી ચવ્વડ બ્રેડ શું કામ આપતી હતી ?"
પત્નીએ પતિની સામે જોઈ આંખમાં ધસી આવેલાં આંસુને માંડ રોકતાં એ બોલી,
"કારણ કે મને એ ખૂબ જ પ્રિય છે અને મને અત્યંત ગમતી વસ્તુ તમને ખવડાવવાનો આનંદ જ ઑર હોય છે !! તમને જો આટલાં વરસ એ ન ગમ્યું હોય તો મને માફ કરી દેજો ...!!"
એ આગળ ન બોલી શકી,
પણ પતિ સજળ નયને એને જોઇ રહ્યો...
.
આપણાં જીવન માં પણ આવું ઘણીય વખત થયુ હશે ...
ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે "તમને તમારું પ્રિય પાત્ર કેટલો બધો પ્રેમ કરે છે ?"
કદાચ તમે જેટલો ધારો છો તેનાથી તો ક્યાંય વધારે...
.
..../\.... નમસ્કાર
હવે ફરીથી આ કાવ્ય રચનાઓ મારાથી ન લખાય ...
જવાબ આપોકાઢી નાખોવેદનાઓ ની છે ભરમાર ...
ગાથાઓ માં કદાચ ન પણ ગુંથાય ....
શું કરશો વાંચીને કવિતાઓ મારી ....
જ્યાં છબીજ તમારા હૃદય માં મારી ખરડાઈ ....
સમય ને કરી કંઈક ભલામણ ...
મિલન નાં સંજોગો રખે અને સર્જાય ....
આજ પછી આ અન્યાય નહીં અનુભવાય ....
પ્રણય નામની પ્રથા આજીવન જ્યાં આ હૃદય માંથી મિટાવાય ....
ન દેશો કોઈ દોષ ખુદ ને ....
હૃદય જ્યાં પથ્થર નાં અમારા થયા ....
કાળા અક્ષરો હવે કાળાજ રહેશે ...
પ્રેમ ની રંગત માં રંગાઈ એમાંથી કવિતા હવે નહિ રચાય ....!!!
Kem dear "Anonymous" ????
કાઢી નાખોAavu kem Kaho chho ???
Kem k Nirav,
કાઢી નાખોTara blog ne hu daily vaachu chhu...
Hamnaa thodaa divas thi tu kaik "dabaayelo"-"Murjaayelo"-"Hataash thayelo" laage chhe...
Aa Vednaa maari nathi, pan (lagbhag) taari j chhe...!!!
.
Hoy to reply na karish,
Naa hoy to taari Previous Posts farivaar vaachi ne pachhi Kaheje...
I am always here to help you. :)
Yours,
Anonymous... :) :P