The Great Gatsby ની વાર્તા શરૂ થાય છે.
બે ભાગમાં વહેંચાયેલી આ વાર્તા વાંચવાનું રખે ના ચૂકતા...!!
*****
૧૯૨૨નું ન્યુયોર્ક છે. નવી નવી ચમકદમકથી ટનાટન. ત્યાં વૈભવી ઈલાકાઓની તંદુરસ્તી વધારતું ડોલરની ચમકતુ લીલુ લોહી નગરની રગોમાં ધસમસે છે. મુખ્ય વૈભવી મેનહટનના ઈલાકાથી દૂર અમીરોની બસ્તી જેવા ઈસ્ટ એન વેસ્ટ એગ (લોંગ આઈલેન્ડ) જેવા વિસ્તારો છે. વચ્ચે હજુ રેલ્વેલાઈનનું કામ ચાલુ છે. ત્યાં બહારથી પેટિયું રળવા આવેલા મજૂરોની ગીચ-ગંદી બસ્તી છે, ફિટ્ઝરાલ્ડના શબ્દોમાં 'વેલી ઓફ એશીઝ'- રાખની ખીણ ! જ્યાં એક મિકેનિકમજૂર દંપતીના પેટ્રોલ પંપ સામે ભૂખરા ધૂળિયા મારગને તાકતી એક ડોકટરની જાહેરાતનું ઝાંખુ પડી ગયેલું પોસ્ટર છે. જેમાંથી ચમકે છે- ચશ્માની આરપાર માનવીઓની શતરંજના ખેલ ચૂપચાપ જોઈ રહી હોય એવી બે આસમાની આંખો!
આંખોમાં જ બિગ 'અમેરિકન ડ્રીમ'ના સોનેરી ભવિષ્યના સપના આંજીને એક ત્રીસ વરસનો જુવાનિયો શેરદલાલ બનવા ત્યાં નવો નવો આવ્યો છે. નિક સ્વભાવનો ભોળિયો ભાભો છે. સરળ છે, પણ બેવકૂફ નથી. એને ય ન્યૂયોર્ક જેવા મહાનગરની નવી નવી રોશનીમાં ન્હાવું બહુ ગમે છે. ન્યુયોર્કમાં એની કઝીન ડેઈઝી રહે છે. દૂરના રિશ્તાની આ બહેન અને એનો ગર્ભશ્રીમંત બનેવી તથા ખુદનો કોલેજ ટાઈમનો ફ્રેન્ડ ટોમ બુકાનન એ જ નવી જગ્યાએ નિકની ઓળખાણ પિછાણવાળા કંઈક ગણી શકાય એવા સંબંધીઓ છે. જો કે, ડેઈઝી લગ્નજીવનમાં પૂરી સુખી નથી. છેલબટાઉ પતિની ભ્રમરવૃત્તિ અને પૈસાના મદમાં એના જીવને જંપ નથી. અસંતોષની અધૂરત છે.
પણ નિકે પોતાના પિતાની એક શિખામણ જીવનમાં ગણીને ગાંઠે બાંધી છે (જે વાતેવાતમાં ન્યાયાધીશ થઈ જતી આપણી જનતાજનાર્દન માટે ૨૦૧૩માં ય ઉપયોગી છે!)ઃ બેટા, કોઈ પણ માણસ વિશે અભિપ્રાય આપતા પહેલા (ટીકા કરતા પહેલા) એટલું વિચારવું કે આપણી પાસે હોય એવા અનુકુળ સંજોગો (સગવડો, સમય, સમજણ) એની પાસે જે-તે વખતે ન પણ હોય!
અને તાજગી, તોફાન તથા તરવરાટ લઈને નવા શહેરમાં આવેલા નિક કાર્વે સાથે કશુંક એવું બને છે કે દાઢી વધારી, દારૃડિયો બની, માનસિક અજંપાની હાલતમાં ન્યૂયોર્કથી ઘણે દૂર એક સેનેટોરિયમમાં બીમાર બનીને ડોકટર સામે બેઠો છે! ડોકટર પારખે છે કે દર્દ શરીરમાં નથી, મનમાં છે. આ માણસ જાણે કોઈ પ્રેત જોયું હોય એમ સ્તબ્ધ બની ગયો છે. એને કશોક અજંપો સતાવે છે. જીવનનો એનો રસ સૂકાઈ ગયો છે. આંખો શૂન્યમાં તાકે છે. એટલે એ કહે છે કે એના મનનો જે ભાર હોય તે લખીને હળવો કરે. અને નિક પોતે સાક્ષી રહેલો એ ઘટનાક્રમ વર્ણવે છે.
ના, વર્ણન પરથી લાગે કે નિક કોઈ દેવદાસ બ્રાન્ડ પ્રેમી થઈ ગયો હશે- તો એવું નથી યારો. નિકના જીવનમાં આવેલી નારી નહિ, નર આવ્યો છે. ના, ના કરણ જૌહરની માફક નહિ રે ! એક દિલેર દોસ્ત તરીકે !
થોડાક મેંગો પીપલથી ઉંચા ગણવાના મોહમાં નિક પોશ એરિયા લોંગ આયલેન્ડના ટાપુ પર મકાન ભાડે રાખે છે. મકાન તો રમણીય છે, પણ જોડાજોડની દીવાલે આવેલો પાડોશી રહસ્યમય છે. એ દીવાલે મકાન નથી, રીતસરનો મહેલ છે. એ પણ કાળજીથી સજાવાયેલો એની એક વિંગ દરિયાકિનારે પડે છે. અંદર ભવ્ય હોજ ને સ્વીમિંગ પુલ છે. આલીશાન હોલ, કદી ખુલ્યા ન હોય એવા પુસ્તકોની પ્રભાવશાળી લાયબ્રેરી, મોંઘાદાટ ઝુમ્મરો અને દુર્લભ પેઈન્ટીંગ્સ, બધું સાચવવા માટે નોકરચાકરોની ફોજ અને છતાં ય એનો માલિક પબ્લિક માટે ગેબી છે. એ ભાગ્યે જ કદી કોઈને મળે છે. એની બેસુમાર દોલત એ એવી રીતે ઉડાડે છે કે દર શનિવારે એના ઘેર આઈપીએલને આંટો મારે એવી બેનમૂન પાર્ટી હોય ! ગ્રાન્ડ મસ્તીમજાના હિલોળા ! વગર ઈન્વેટેશને આખા શહેરમાંથી જેને આવવું હોય એને આવવાની છૂટ! ગ્લેમરસ ડાન્સર્સ, મેજીકલ મ્યુઝિક, અને મફતમાં ખાણી તથા પીણીની જયાફતો ઊંચી જાતના શરાબના ત્યાં ફ્રીમાં ફુવારા ઉડતા હોય જાણે! એવી છોળોમાં છાકટા બની બધા સવાર પડે ત્યાં સુધી નાચે, ન્હાય, ગાય, ખાય ! પણ યજમાન મહેમાનોને મળે નહિ! એના વિશે દંતકથા ચાલે કે વિશ્વયુધ્ધનો જાસૂસ છે, જર્મન શહેનશાહનો ખજાનો એની પાસે છે, ઓકસફર્ડ યુનિવર્સિટીમાં ભણેલો નબીરો છે, જેનું રઈસ ખાનદાન અકસ્માતમાં તબાહ થઈ ગયું છે, સરકારનો લશ્કરી કેપ્ટન રહી ચૂક્યો છે.
પણ નિક એના આ ભેદી પાડોશીને ઘણીવાર મધરાતે ઝરૃખામાં કે બહાર સાવ એકલો ઉભેલો નિહાળે છે. સૂટેડબૂટેડ બેસ્ટ બ્રાન્ડેડ કપડામાં સજજ. એ દરિયાના કિનારે ઉભો ઉભો સામે કિનારે આવેલા મકાનની એક લીલી લાઈટના પ્રકાશને મુઠ્ઠીમાં કેદ કરવા ઝાંવા નાખતો હોય, તેવા ગાંડા કાઢે છે. જાણે એની પાછળ ભીડ છે, અને આગળ તન્હાઈ છે. આ ગેબી લાગતા આદમીનું નામ છે, ગટ્સબી જય ગટ્સબી.
અને અચાનક એક દિવસ નિકને એના ઝગમગતા મહાલયમાં જવાનું આમંત્રણ મળે છે. નિક તો ત્યાં જતા વેંત જોરદાર જલસાઓથી અંજાઈ જાય છે. બોલવામાં એકદમ સોફિસ્ટિકેટેડ લાગતો ગટ્સબી એની સામે આવે છે. સપનાના રાજકુમાર જેવો એ ચાર્મિંગ ડેશિંગ જુવાનિયો- જેની એક નજર ખાતર ન્યુયોર્કની સો-સો સુંદરીઓ ઘાયલ થવા માટે ડ્રેસ અને દિલ ખોલીને તૈયાર બેઠી હોય એવો રજવાડી હીરો નિકને ડરતા ડરતા એક વિનંતી કરે છે. બદલામાં એ માર્કેટનું કામ નિકને અપાવવા તૈયાર છે. પોતે સજજન છે, એની છાપ ઉભી કરવા ન્યૂયોર્ક પર તાજ વિના રાજ કરતા મેયર વુલ્ફશાઈમ જેવા યહૂદી ગેંગસ્ટર ગોડફાધરની મિસ જોર્ડન જેવી અલ્લડ સોશ્યલાઈટની ભરોસામંદ ખાતરી અપાવે છે. એની કસ્ટમ મેઈડ લકઝુરિયસ રોલ્સ રોયમાં ઝડપી મુસાફરી કરાવે છે.
અને રિકવેસ્ટ કરે છે નિકને કે એક વાર એ પોતાની ઘેર એની પરિણીત કઝીન ડેઈઝીને બોલાવે! એને બસ, એક વખત ડેઈઝી નજીકથી નિહાળવી છે. શક્ય હોય તો થોડીક વાત કરવી છે. સરી ગયેલી રેતીનો ફરી કિલ્લો ચણવો છે. કેમ?
કારણ કે, એ પહેલા વિશ્વયુધ્ધમાં આર્મીમાં હતો, ત્યારે ડેઈઝીની ઘેર ગયેલો ત્યારની એ ડેઈઝીને જોતાવેંત એના પ્રેમમાં બટરફ્લાય ડાઈવ મારીને પડી ગયેલો! રહેતા રહેતા ડેઈઝીને પણ આ સોહામણો અને હોંશિયાર જવાન ગમવા લાગેલો. બેઉ બાજુ બાંસુરી બજી, ત્યાં એને યુધ્ધમાં જવાનું થયું. ડેઈઝીએ રાહ જોવાનો કોલ આપ્યો અને એ ગયો. પણ પાછો આવ્યો એનો પત્ર! જેના અક્ષરો ડેઈઝીની આંખમાં ભોંકાઈને આંસુ તરીકે નીકળ્યા, જાણે એના સપનાની ગુંથેલી માળાના મોતી વેરણછેરણ થયા ! દૂરના ધરતીકંપના વાયબ્રેશન માપતા સિસ્મોગ્રાફ છે. પણ બાજુમાં જ ધબકતા વાયબ્રેશન્સ માપી શકાય?
ડેઈઝી ત્યારે જ અમીરજાદા ટોમના પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર કરી એને પરણી ગઈ. જય ગટ્સબી ગાયબ થઈ ગયો. પાંચ વરસથી ડેઈઝી ન્યુયોર્ક છે. સમયાંતરે એને છેતરી ક્યાંક છાનગપતિયાં કરી આવતા પતિ ટોમથી એને નાનકડી દીકરી પણ છે. અને એની એસ્ટેટ અને બ્યુટીફુલ બંગલો હતો, એના સામે કિનારે જ ગટસબીએ આ પોતાનો મહેલ ચણ્યો છે! પેલી ગ્રીનલાઈટ ડેઈઝીના કિનારેથી આવતી રોશની છે. દર અઠવાડિયે એ મફતમાં આખા શહેરને પાર્ટી એટલા માટે આપે છે કે બસ એક વાર, ફક્ત એક વાર ડેઈઝી પણ કદાચ ભૂલેચૂકે એ પાર્ટીમાં આવે! મોસમ આવે ને જાય છે, એનો પ્યારનો ઈન્તેઝાર- પ્રિયાની પ્રતીક્ષા અણનમ છે! આસપાસ ઉછળતા સૌંદર્યના મોજાઓમાં એને દિલચસ્પી નથી. એના અંતરના તાર પર એક જ ધૂન વાગે છે- ડેઈઝી !
ફિર ?
ફિર ક્યા હુઆ સૈયાં ?

Part 2 માં એ વાંચીશું ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.