કોલેજ ઈઝ... કેન્ડી, પેસ્ટ્રી, કોલા, ગોલા...!
- કોલેજકાળ તાજો તાજો શરૃ થવાની ભીની મોસમ ખીલી છે, ત્યારે જવાનીની ખુશ્બૂ આવે છે!
કોલેજડેઝ આર બેસ્ટ બિકોઝ...
કારણ કે, એ એવી આખું વરસ ચાલતી પાર્ટી છે, જેમાં પેમેન્ટ હોંશે હોંશે પેરન્ટસ કરે છે. કારણ કે, એમાં ખબર પડે છે કે જેમ સોફટ ડ્રિન્કસની લેમન, ઓરેન્જ, કોલા, પાઈનેપલ-ચેરી, મસાલા જેવી ફલેવર્સ હોય, એમ ટીચર્સની પણ ફ્લેવર હોય છે. ઉઉઉઉઉપ્સ, કોલેજમાં ટીચર્સ ના કહેવાય, લેકચરર સર કે મેડમ કહેવાય, યુ નો? બસ, કોલેજમાં આવી સિમ્પલ એન્ડ સ્મોલ 'ઈન્ફો.' હોય તો પણ નોલેજમાં ખપાવીને ઈમ્પ્રેસન 'મારી' શકાય છે, યારો! ઓઉ આઉ ઈઈઈઈ... સ્ટે ફોકસ્ડ, બડીઝ. તો વાત હતી સર, મેડમ, લેકચરર પ્રોફેસરની. કોલેજ ડેઝ આર બેસ્ટ બિકોઝ એમાં કલાસિફિકેશન થઈ શકે છે, કૌન સડ્ડુ ટાઈપ છે, કૌન સ્વીટી પાઈ છે. કોણ ખડ્ડુસ છે, કોણ ઝક્કાસ છે. કારણ કે, એમાં ઘણી વાર પ્રિન્સિપાલ કરતા પિયોન વધુ હેલ્પફુલ, સોરી યુઝફુલ થતા હોય છે!
કોલેજ ડેઝ આર બેસ્ટ, ક્યૂંકિ, એમાં કલાસની સાથે કેમ્પસ હોય છે. કેમ્પસમાં ચોપડી વાંચવાના નામે ગમતી છોકરી કે છોકરાની આંખો, વાળ, પિંડી પરની રૃંવાટી, ટચલી આંગળીનો નખ, ગળામાં ઝૂલતું પેન્ડન્ટ - બધું જ 'વાંચી' શકાય છે. અને રટ્ટા માર્યા સિવાય પણ એ બધું જ યાદ રહી જાય છે! સ્કૂલમાં થયેલી ફર્સ્ટ કિસના ઝિગ - ઝેગ હિંડોળા અહીં જરા સ્ટેડી રિધમમાં આવે છે, અને પછી એનું કાઉન્ટિંગ છૂટી શકે છે. કોલેજ ડેઝ આર બેસ્ટ બિકોઝ એમાં યુનિફોર્મ નથી, લંચબોકસ એન્ડ વોટરબેગ નથી, વેઈટલિફટિંગ કરાવતું હેવી દફતર નથી. કંપાસબોકસ કેરી કરવાનું આ ભણતર નથી.
કોલેજ ડેઝ આર બેસ્ટ બિકોઝ ત્યાં યંગથીંગ્સની મેજોરિટી છે. અનલાઈક પાર્લામેન્ટ, અનલાઈક આશ્રમ્સ, અનલાઈક સોસાયટીઝ, હલ્લાગુલ્લાશોરશરાબા ગુ્રપમાં થઈ શકે છે. ઈટ્સ ફૂલ ઓફ લાઈફ સો કૂલ, સો હેપનિંગ, સો હિપહોપ! વડીલો સ્ટેટસ મુકવામાં માને છે, અને જવાનો કોમેન્ટસ કરવામાં! હવે ઓફિશ્યલી સાઈકલ નથી, બાઈકસ છે. સ્કૂટર છે. કાર્સ છે. બીઅર છે. થોડા ભાઈબંધીમાં ચોરેલા સ્મોકિંગના કશ છે. થોડા સવારે થઈને સાંજે ઉતરી જતાં ક્રશના સ્પલેશિંગ કલર્સ છે. બેસ્ટ ફ્રેન્ડ કોઈ માણસ નથી, મોબાઈલ છે. ઓલ્વેઝ જોડે ને જોડે. એ ઓફ, તો મૂડ ઓફ. એ ઓન તો ફ્રેન્ડઝ આંગળીના ટેરવે આવે! વોટ્સએપ, ફેસબુક, ચેટઓન- કનેકશન ટુ ધ વર્લ્ડ. શાયરીવાળા શેર કરતા ઓનલાઈન ફોટો શેર કરવામાં વધુ 'દાદ' મળે છે. લાઈકસ ઓન એફબી ઈઝ લાઈક પપીઝ ઓન ચીક્સ, યાઆઆઆહ!
કોલેજ ડેઝ આર બેસ્ટ. એટલા માટે કે એમાં રેસ્ટ ઓફ લાઈફને ચંદ કલાકો માટે રેસ્ટ ઈન પીસ કરીને પોઝ કરી શકાય છે. એમાં ખુલ્લી બગલે ચીલ્લાતા બાપુજીનો સાઉન્ડટ્રેક મ્યુટ થઈ જાય છે. દુનિયાની નવી નવી ચીજોમાં ડફર લાગતી મમ્મીની સલાહોને ઈરેઝ કરી શકાય છે. શેરીના દાધારંગા બુલીઝનો ફાઈલ્સ કલોઝ કરી શકાય છે. એક રૃમમાં ઓક્સિજન કરતાં વધુ ઘેરી વળતો ભાઈ - બહેનનો ઘોંઘાટ ગાયબ થઈ શકે છે. ખાલી ખિસ્સાનું વજન હળવું થઈ શકે છે. પાછળ છુટી ગયું એની ફિકર નથી, આગળ શું કરવું એનું ટેન્શન નથી. જો ભી હૈ, બસ યહી ઈક પલ હૈ! બસમાં લોખંડના દાંડે લટકીને અપડાઉન કરવાનું હોય, કે કાફેટેરિયામાં બેસીને ચોકલેટ મફીનની ઝૂંટાઝૂંટ કરવાની હોય - કોઈને કંપની મળી રહે છે. શાળાઓ આદર્શો શીખવાડે છે, કોલેજો વ્યવહાર શીખવાડે છે. થિઅરીઝ મીટ પ્રેકટિકલ્સ!
કોલેજ ડેઝ આર બેસ્ટ. એઝ એમાં હોર્મોન્સ લેવલ આયર્ન મેન ટોની સ્ટાર્કના મિજાજની જેમ ટોચ પર હોય છે. એટલે હવે હેરી પોટર 'ઓલ્ડી જંક' લાગે છે. વિમ્પી કિડ ઓર હંગર ગેમ્સ પાછળ છૂટતાં જાય છે. ચેતન ભગત કે સ્ટીફની મેયર્સ આવે છે. ગ્રે શેડસના રેઈનબો લિટરેચર આવે છે. પાકી ગયેલા હોઈને પકાઉ બનેલા બૂઢાઓ અખબારોમાં એકસપર્ટ બની પોર્નોગ્રાફીથી જે રીતે કંઈ જાણ્યાસમજયા વિના ભડકે છે, એમાં તો સાઈબરપોર્ન કરતાં વધુ ફન છે, એ વન્સ ઈન એ વ્હાઈલ લાયબ્રેરીમાં પેપર્સ વાંચીએ તો ખબર પડે છે! કોલેજના આરંભમાં જે સમજાય છે, એ આવા જર્જરિત જડસુઓને જીવનના અંતકાળ સુધી સમજાતું નથી, કે ભારતમાં બિગેસ્ટ પોર્નોગ્રાફી તો પોલિટિકસ છે. જેના પર કોઈ બેન મુકી શકે તેમ નથી! કોલેજ ડેઝ આર બેસ્ટ કે એનાં આવા ટિપિકલ ઉપદેશો પેઢી દર પેઢી રિપિટમાં અપલોડ થયા કરે એને છોડીને બન્ક મારી શકાય છે. રીડિંગ ઈઝ કિડિંગ, લેકચર ઈઝ પંકચર. નો પનિશમેન્ટ, વી વોન્ટ એન્ટરટેઈનમેન્ટ!
કોલેજ ડેઝ આર બેસ્ટ કેમ કે, એમાં બૂકસ બંધ કરી શકાય છે, અને લૂકસ ખુલ્લા કરી શકાય છે. બ્રાન્ડેડ સ્ટફ- શૂઝથી પર્સ, જેકેટથી બેલ્ટસ, ગોગલ્સથી સ્કાર્ફ ખરીદીને, ઉધાર લઈને પહેરીને સરાઉન્ડિંગ્સમાં મેસેજ આપી શકાય છે કે હમ કિસીસે કમ નહિ. વોચ મી, આઈ એમ કમિંગ ટુ વિન! એટલે જ કોલેજકાળમાં ટીવીની સામાજીક સિરિયલ્સ કરતાં એની વચ્ચે આવતી અસામાજીક જાહેરાતો જોવી વધુ પસંદ પડે છે! ફિઝિક્સના સરફેસ ટેન્શન એકસપેરિમેન્ટ કરતા કારના ટોર્કમાં વધુ ઈન્ટરેસ્ટ પડે છે. પછી મમ્મીઝ એન્ડ પાપાઝને ફૂલ બનાવી શકાય છે, જરા બ્લેકમેઈલ કરી શકાય છે - પોકેટમની માટે! અને જો ચાહો તો સેલ્ફ મેઈડ બની શકાય છે, ખુદના ખર્ચા કાઢવા ખુદ કમાણી કરતા શીખીને! બટ, ઓવરઓલ કોલેજમાં લિપસ્ટિકનો એકસપેન્સ કે વાળની ખુલ્લી લટનો ચાર્મ, જીમમાં જઈને બનાવેલ બાઈસેપ્સ કે ફોરેનથી મંગાવેલા આઈપેડના ટ્રેન્ડી ઈયરફોન્સ બધું જ 'વસૂલ' કરી શકાય છે - કારણ કે, અપુન કે એક્ઝિબિશન કો વહાં એટેન્શન મિલતા હૈ, કયા?
કોલેજ ડેઝ આર બેસ્ટ, કારણ કે એમાં વાસી જોક પર તાજું હસી શકાય છે. એમાં એક સેન્ડવિચ અને અડધી ચાના સહારે આખી રાત જાગીને ડ્રામાના રિહસર્લ્સ થઈ જાય છે! જેમાં નોટ ઉધાર માંગવી એ રોકડા ઉધાર માંગવા કરતા અઘરૃં કામ છે. જયાં ૫૫ મિનિટના પિરિયડ કરતાં મન્થલી પિરિયડ્સ પરનો યુટયુબ વિડિયો વધુ કૂતુહલ જગાવે છે! ટેકસ્ટિંગ એ કોલેજ લાઈફનું નવું બ્રાઉન સુગર છે. એડિકશન ટુ એટ્રેકશન! કી-બોર્ડ કે ટચસ્ક્રીન મોર એકસાઈટિંગ ગેઈમ્સનું પ્લેગ્રાઉન્ડ છે. પણ આખરે તો કોલેજટાઈમમાં ફ્રેન્ડશિપ્સ બને છે. જે ફયુચર બનાવે છે. આગળની મેરેજ લાઈફ કે વેજ (પગાર) લાઈફ ઘણા કનેકશન્સના મૂળિયાં આ દિવસો અને રાતોમાં રોપાય છે. લાઈફનું એક ધુમ્મસ હોય છે, એફવાયમાં ગુલાબી, એસ.વાય.માં ઘેરૃં ભૂખરું, ટી.વાય.માં સફેદ અને લાસ્ટ સેમ.માં એ વીખેરાતા બધું થોડું ચોખ્ખું ચોખ્ખું દેખાવા લાગે છે. આખી જીંદગી આપણે કેવા હોઈશું અને કેવા થઈશું એના પરમેનન્ટ ટેટ્ઝ આપણા દિલોદિમાગમાં કોલેજ રચી કાઢે છે.
કોલેજ ડેઝ આર બેસ્ટ, કયોં કિ આ આઝાદીના શ્વાસનો પ્રથમ અહેસાસ છે. કુછ પાના હૈ, કુછ કર કે દિખાના હૈ નો દમ ઘૂંટાય છે, સપનાઓની તલાશમાં વિચારોના ફોલ્લાં જ્ઞાાનતંતુઓ પર પાડતા પાડતા! બાઈકની ક્કિમાં શેરની ગુર્રાહટ સંભળાય છે. વરસાદી પવન ગાલ પર, કાનની બૂટ પાસે લપેટાતા વાળ પર, મર્દની છાતીના ગૂંચળાવાળા વાળ પર અને ઔરતની છાતી મૂકીને લહેરાતા દુપટ્ટા પર અથડાય ત્યારે આંખો બંધ થવાને બદલે ખુલી જાય છે. ચહેરા પર સ્માઈલ ચીતરાય છે. એક મિસ્ટરી એડવેન્ચરનો રોમાંચ શરૃ થાય છે. થ્રિલ્સ સાથે રોમાન્સનો આગાઝ થાય છે. પિકનિક બોરિંગ લાગે છે, અને નાઈટ આઉટ રોરિંગ લાગે છે! બસ, કલુલેસ રખડપટ્ટી. કયાંક પહોંચવા માટે નહિં, કયાંકથી ભાગવા માટે ચાલતા જવાનું. ઘરવાળાઓના અધૂરા ડ્રીમ્સ, આખા ફસ્ટ્રેશન્સની બૌછાર, ખુદ કરપ્ટ એવા સંચાલકોની શિખામણોની ભરમાર, વાંચવાવિચારવામાં ફેઈલ થઈને સેટિંગમાં પાસ થઈ જોબ લેનાર કોઈ પ્રોફેસરની ફટકાર. બ્રેક અપ્સ, રિજેકશન, ફેઈલ્યોર, મારામારી, ગુસ્સો, ગાળ, પ્રપોઝલની ડિસ્પોઝલ, એસાઈનમેન્ટમાં ઝીરો, માથામાં હથોડા મારતો સિલેબસ, ગમતા પાત્રને અણગમતી વ્યક્તિ સાથે જોઈને લોહી ઉકાળતી જેલસી - કોલેજ ફકત ગ્રેડસ નથી આપતી. જીંદગીની આફતો સામે લડવા, ઝઝૂમવા, સ્વીકારવાની આપણી કેપેસીટી અપગ્રેડ પણ કરે છે!
કોલેજ ડેઝ આર બેસ્ટ બિકોઝ એ ક્રિએટિવિટીનું પ્લેટફોર્મ છે. નાચતા, બોલતા, ગાતા, હસતા, હસાવતા, રમતા, લખતા, વાંચતા, વિચારતા, લડતા, ફિલ્ડિંગ ભરતા - જે કંઈ આવડતું હોય અને એમાં એકસપ્રેસ થાય છે. એનું ડાયમંડની જેમ કટિંગ થતા શેઈપ આવે છે. અભ્યાસક્રમ હવે સેલ્ફ રેફરન્સથી રેડી કરવા માટે મેચોમેન મટીને રેન્ચોમેન બનવાનું છે. રંગ દે બસંતીની ખુમારીથી કિતાબોના પાનાઓમાં ડૂબવાનું છે. કોઈની આંખોમાં તરતા તરતા, કોઈ હોંઠો વચ્ચે સળગતા સળગતા પણ બોર્ડ પરના ડાયાગ્રામ્સ અને પ્રોજેકટ વર્કના પેજીઝ યાદ રાખવાના છે. ઈંગ્લિશ પણ શીખવાનું છે, કોમ્પ્યુટર પણ. યોગ પણ કરવાના અને ભોગ પણ માણવાના. સ્પોર્ટસ માટે ગ્રાઉન્ડમાં અને એકસપેરિમેન્ટસ માટે લેબોરેટરીમાં જવાનું. એક્ટિવિટિઝ માટે પ્રોએક્ટિવ બનવાનું. ઓથોરિટીઝની પરમિશન ના હોય, તો ય મિશન અટકવું ના જોઈએ. ઈટ્સ લકઝરી ઓફ લર્નિંગ સમથિંગ. વિકસવાનું પોષણ. શરીરની જેમ વિચારની પણ ઉંચાઈ વધારી વ્યક્તિત્વને વધુ માંસલ બનાવવાનો ગ્રોથ ટાઈમ!
કોલેજ ડેઝ આર બેસ્ટ કારણ કે એ ટોટલ ટાઈમપાસ છે. અને એટલે જ એ ટાઈમ વેસ્ટ નથી જતો. કોલેજની દીવાલો પર એન્ટર થઈને નિશાનીરૃપે વાનરવેડાં કરીને ખોતરકામથી ગુફાવાસી જેવા ચીતરામણ કે યુરિનલમાં ગુટકાની પિચકારીઓ મૂકીને નથી જવાનું. એક લેગસી, એક વિરાસત મૂકીને જવાની છે, જેથી આપણા અહીં વન્સ ઓપન એ ટાઈમ આવ્યા હોવાથી પડેલો ફરક પછી આવનારાઓને માલૂમ થાય! જો ફ્રાન્ઝ કહે છે એમ ''આ સમય છે, આપણી મર્યાદાઓને ઓળખી એને તકમાં ફેરવવાનો. અને એ તકને એક મજેદાર સાહસમાં ફેરવી ખામીઓ દૂર કરવા માટે મહેનત કરવાનો!'' જયાંથી જેટલું શીખી લેવા મળે એ શીખી લેવાનું. ભણવાનું, પ્રેમ કરવાનું, નિષ્ફળતાઓ પચાવવાનું, સ્માર્ટ બનાવાનું, બ્યુટીફુલ દેખાવાનું, કસરત કરવાનું, બહાર નીકળવાનું, હળવાભળવાનું, દોસ્તો બનાવવાનું, ભૂલો કરીને ડિસિપ્લીન્ડ હેબિટ ડેવલપ કરવાનું, ફિલ્મો જોવાનું, વાહન ચલાવવાનું, નવા આનંદોની લિજ્જત ટેસ્ટ કરવાનું, કિસ કરવાનું, બોલવાનું, રમવાનું- બધું જ! કોલેજ એ લાઈફના સ્ટેજનો ગ્રીનરૃમ છે. ગ્રીનરૃમમાં કોઈ તૈયારી જોવા નહિ આવે, ત્યાં ફકત સારા શિક્ષકો કોચ સ્વરૃપે અને શુભેચ્છક પરિવારજનો સપોર્ટ સ્વરૃપે હશે. પણ ત્યાં પ્રિપેરેશન પરફેકટ હશે, તો સ્ટેજ પર ગયા પછી તાળીઓનું સેલિબ્રેશન સ્યોર છે!
કોલેજ ડેઝ આર બેસ્ટ. અહીં રિશ્તાઓ બને છે. ગુરૃ-શિષ્યના, સખ્યના, ઈશ્કના. અહીં સૌથી મોટી વગર પગારની કામગીરી છે ઃ દોસ્તી. કોલેજની દીવાલોમાં કોઈ ચીકણા વેપારીના લોકરમાં પડેલા ઈન્વેસ્ટમેન્ટની જેમ છોડી જવાના છે પડઘાઓ! આપણી મસ્તીની ચિચિયારીઓના, નાક પર રગડેલી કેકના! એક સાથે છ - સાત જીભોએ ચાટેલા ગોલામાંથી ટીશર્ટ પર ટપકેલી રંગીન પાણીની બૂંદોના ડાઘ કોલેજનું પ્રાઈઝ છે. કોલેજમાં સચવાતા હોય છે, એકલા એકલા ભરેલા ડૂસકાંઓ અને બરડા પર પડેલા શાબાશીના ધબ્બાઓ. બેન્ચ પર બેઠાં બેઠાં કાનમાં રેડેલી ગુસપુસ ગોસિપની ગૂફતગુની ખૂશ્બુ. રાતના તારાઓએ નિહાળેલી જવાન બદનની આંખોની ચમક. એકઝામ પહેલા આંતરડામાં પડી ગયેલી આંટીઓ. પેલી એક બિન્દાસ છોકરીના નખરા અને પેલી એ શરમાળ છોકરીની અદા. પેલા એક રફટફ ગાયનો જાદૂ, અને પેલા એક સીધાસાદા ચંપૂનું સંચોયેલું સ્મિત. શેન્પૂથી તેલ સુધીની વાળમાંથી આવતી મહેક. ચશ્માની ફ્રેન્સ, રિસ્ટવોચના સ્થાને વીંટાતા બેન્ડસ. પ્રોફેસરની પીઠ પાછળ ગુંજતા દબાયેલા શરારતી હાસ્યનું મ્યુઝિક એન્યુઅલ ડેમાં મળેલા શિલ્ડની ઉખડી ગયેલી નેમપ્લેટ, એન્ડ કોકરિકયુલર એક્ટિવિટીના સર્ટિ. પર પડેલી રિન્કલ્સ. લોબીમાં ઉઠતો કોલાહલ. હોલમાં અપાતી સૂચના. હોસ્ટેલમાં સૂકાતો ટુવાલ, સોલ્જરીમાં કરેલી ઉધારી. ટાઈટ હગ્સ. ચુગલીખોરોના બગ્સ. મેટિની શોના ફિલ્મી અંધકારમાં ઓગળેલો રેશમી સ્પર્શ. સબ્જેકટ ટેસ્ટ પછી ફીણ ફીણ થઈ ઉભરાતો વેકેશનનો આનંદ. હૃદયમાં છપાઈ ગયેલી એક મુસ્કુરાહટ. નોલેજને લીધે ઈમ્પ્રુવ થયેલું કરિઅરનું માઈલેજ. હેન્ડશેઈકસ એન્ડ ઠેંગાઝ! ઝીરોઝ એન્ડ હીરોઝ. માસ્ટરનું ડહાપણ. બૂકસના કરકરા પાના, સેલ્ફસર્ચનું એકાંત, પાગલપનનું ક્રાઉડ.
કોલેજ ડેઝ આર બેસ્ટ. ઓહ, નોટ બેસ્ટ. હેવન!
ફાસ્ટ ફોરવર્ડ
''કેટલાક લોકો કોલેજ ગયા વિના જ શિક્ષણ મેળવે છે, બાકીના કોલેજ પૂરી કરીને શિક્ષણ મેળવે છે! (માર્ક ટ્વેઈન)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.