ઝળહળ ઝળહળ રાત મળી છે
સ્વપ્નો ની ખેરાત મળી છે
ટહુકા ઓ ના આભ આંબવા
પક્ષી જેવી જાત મળી છે
ખુશ્બુ ઓ ના હર સરનામે
તારીજ બસ એક વાત મળી છે
પાલવ મા કિરણો ની ઝીણી
સોનેરી સુંદર ભાત મળી છે
પામે ફકત જે ઇશ ને એવી
માણસ ને સૌગાત મળી છે
*સુકેશ પરીખ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.