તો આ જીંદગી...
થોડી જીદ તમે છોડી હોત,
થોડી જીદ અમે છોડી હોત.
તો આ જીંદગી આપણી હોત...!!
થોડું તમે હસ્યા હોત,
થોડું અમે હસ્યા હોત.
તો આ જીંદગી હાસ્યનો ફુવારો હોત...!!
થોડું તમે રડ્યા હોત,
થોડું અમે રડ્યા હોત.
તો આ જીંદગીમાં આપણે બન્ને એકબીજાનાં આંસુ લુછી લુછી શક્યા હોત...!!
થોડું તમે ખસ્યા હોત,
થોડું અમે ખસ્યા હોત.
તો આપણી જીંદગી હંમેશા માટે એકબીજાની સમીપ હોત...!!
થોડી તમે રાહ જોઈ હોત,
થોડી અમે રાહ જોઈ હોત.
તો આ જીંદગી ને નવી રાહ મળી ગઈ હોત...!!
થોડી તમે અનુભવી હોત,
થોડી અમે અનુભવી હોત.
તો આ જીંદગી એક સુંદર કલ્પના હોત...!!
*******************************************
પવનનો સુસવાટો મીણબત્તીની જ્યોતને
સતત કહ્યા કરે કે "તું સ્થિર થા... તું સ્થિર થા... તું સ્થિર થા...!! "
"એક અજ્ઞાત ડાયરી માંથી સાભાર"
Nice one...
જવાબ આપોકાઢી નાખો