રજા ની મજા...!!
વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે.
આજે વાત કરવી છે એક સંસ્કૃત પાઠશાળાની.
સંસ્કૃત પાઠશાળાઓ કાશીમાં (અને ક્યાંક ક્યાંક ગુજરાતમાં) આજે પણ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે.
લગભગ દોઢસો વર્ષ પહેલાની આ વાત છે.
કાશીમાં કેશવ શાસ્ત્રી નામના વિદ્વાન માતૃવત્સલ ભાવથી સંસ્કૃત ભણવા આવનાર શિષ્યોને પિતૃ વાત્સલ્ય પણ પુરુ પાડતાં. એમની જ પાઠશાળામાં વિદ્વાન આચાર્ય એવા પંડિત શ્રી ગંગાધર શાસ્ત્રી (જેઓ નવ્ય ન્યાય વિષયનાં ધુરંધર આચાર્ય કહેવાય છે.)
સંકૃત પાઠશાળામાં પંડિત ગંગાધર શાસ્ત્રીજીનો એકનો એક પુત્ર ઢુંઢીરાજ પણ અભ્યાસ કરતો. અભ્યાસમાં તેજસ્વી અને આનંદી સ્વભાવનાં કારણે ઢુંઢીરાજ સૌનો પ્રિય થઇ ગયો હતો.
એક દિવસ પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ પોતાનાં સમયમાં બે કલાક સુધી રોજ ની જેમ જ, ધ્યાન પૂર્વક અને એકદમ ઝીણવટ ભર્યો, શાંતિથી અભ્યાસ કરાવ્યો. વર્ગ પૂરો થયો...
આજે એમનો પુત્ર ઢુંઢીરાજ વર્ગમાં આવ્યો ન હતો. એટલે તેના નીકટના મિત્રોએ વર્ગ પૂરો થતા જ ગંગાધર શાસ્ત્રીજીને ઢુંઢીરાજ ની ગેરહાજરીનું કારણ પૂછ્યું. શાસ્ત્રીજીની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું - " એ ગઈકાલે રાત્રે જ આપણા સૌથી ખુબ જ દૂર ચાલ્યો ગયો છે....!!
વિદ્યાર્થીઓને આ વાત નો મર્મ સમજાતા વાર લાગી...
જ્યારે સમજ્યા ત્યારે તેઓની આંખમાં પણ આંસુ હતા...
આવા સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ ચાલુ રાખેલું...!!
આજકાલ શિક્ષકોનો સેમીનાર હોય તો શાળામાં શિક્ષણકાર્ય બંધ,
નિરીક્ષણ - ગુણોત્સવ પૂરો થાય એટલે રજા,
મેચ જીત્યા - રજા,
શાળાનાં સ્થાપકનો જન્મ-મરણ દિવસ હોય - રજા,
કોઈ શિક્ષકને ત્યાં શુભ પ્રસંગ હોય - આખી શાળાને રજા...!!
શિક્ષણ કેમ 'બંધ' રાખવું એની જ પેરવીમાં જાણે સૌ પડ્યા હોય છે...!!
ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય શરુ રાખવાની "આંતરિક શક્તિ" આપણામાં આવે એવી અભ્યર્થના સાથે સુપ્રભાતમ...
_/\_ પ્રણામ.
(કથાબીજ - સુરેશભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષકશ્રી, ગાંધીનગર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.