થોડીક ના-સમજી થી ક્યારેક ચલાવી લેવું જોઈએ...
કારણ કે દુનિયામાં કોઈ જ વ્યક્તિ ક્યારેય 100% પરફેક્ટ હોતી નથી.
કારણ કે દુનિયામાં કોઈ જ વ્યક્તિ ક્યારેય 100% પરફેક્ટ હોતી નથી.
તમે એવું ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ તમને સમજે,
તો પહેલા તમે તમારી જાત ને પ્રશ્ન પૂછી જુઓ કે તમે તેને સમજવા કેટલો પ્રયાસ કર્યો છે ?
તો પહેલા તમે તમારી જાત ને પ્રશ્ન પૂછી જુઓ કે તમે તેને સમજવા કેટલો પ્રયાસ કર્યો છે ?
એકલા હાથે તો કાંઈ થોડી તાલી પડતી હશે ?
***********
સંબંધ ટકાવી રાખવા એક જ વસ્તુ જરૂરી છે અને એ છે એકબીજા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ.
વિશ્વાસ એ સંબંધ નો પાયો છે,
જેટલો મજબૂત એટલો દ્રઢ...
પણ જો એ પાયામાં જ "અતૃપ્તિ" - "કુ-તર્ક" - "ઉપેક્ષા" વગેરે જેવો લૂણો લાગી જાય તો સમગ્ર પાયો જ ખવાઈ ને ખોખલો બની જાય. અને સમયાંતરે એ સંબંધ રૂપી મજબૂત ઇમારત ધડામ દઈને જમીન દોસ્ત થઇ જાય...

ઇમારત પડયા પછી ખ્યાલ આવે કે આ તો કંઇક ભૂલ થઇ ગઈ...
પણ એ ખ્યાલ આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હોય છે...
એટલું બધું મોડું કે અનેક પ્રયાસો છતાં પહેલા જેવી એ ઇમારત ફરી ચણી જ ન શકાય...
**********
મારો અનુભવ કહે છે કે,
* જો સંબંધ રૂપી છોડને ઉછેરવા માટે ફક્ત તમારે જ "વિશ્વાસ" - "બાંધછોડ" - "મર્યાદા" વગેરે જેવું પાણી પાયા કરવું પડતું હોય તો તમારે એ છોડ ને ઉગવા જ ન દેવો જોઈએ,
મૂળ માંથી કાઢી ને ઉખેડી ફેકવો જોઈએ...
મૂળ માંથી કાઢી ને ઉખેડી ફેકવો જોઈએ...
* ક્યારેક થતી નાની તકરાર, ક્યારેક થતો સહેજ મત ભેદ, મીઠો ઝગડો એ બધુંય સંબંધ માં ખાતર જેવું કામ કરે છે, પણ એ ક્યારેક થાય તો જ.
બાકી ખેતર માં વાવેલા બીજ ને રોજ રોજ ખાતર આપતા રહીએ તો "ખાતરનાં અતિશય પણા ને લીધે" એ બીજ ઉગે જ નહિ, અને ઊગ્યું હોય તો કરમાઈ ને સુકાઈ જાય.
બાકી ખેતર માં વાવેલા બીજ ને રોજ રોજ ખાતર આપતા રહીએ તો "ખાતરનાં અતિશય પણા ને લીધે" એ બીજ ઉગે જ નહિ, અને ઊગ્યું હોય તો કરમાઈ ને સુકાઈ જાય.
* એકલા હાથે તાલી ન પડે એવી જ રીતે ફક્ત કોઈ એક જ વ્યક્તિ નાં વિચાર થી સંબંધ ન ટકે,
સંબંધ ટકાવવા બંને પક્ષે સમાન ઉમળકો અતિશય રૂપે અનિવાર્ય છે.
સંબંધ ટકાવવા બંને પક્ષે સમાન ઉમળકો અતિશય રૂપે અનિવાર્ય છે.
* જો સંબંધમાં સામે વાળા વ્યક્તિ તરફથી તમને ફક્ત અને ફક્ત સહન કરવાનું જ મળ્યું હોય તો એ સંબંધ નહિ પણ તમારી મોટી નબળાઈ સમજવી. નબળાઈ નહિ હું તો તેને મુરખાઈ કહીશ.
ખેતર માં ઉગતું ખોખલું બિયારણ, કે જેમાં કંઇજ નહિ ઉગે અને તે ફક્ત ખાતર પાણી જ પિયા કરશે એવી જાણ થઇ જતા જેમ એ ઉગેલા છોડ ને ઉખાડી ફેંકીયે, એમ આવા સંબંધો ને પણ જડ મૂળ માંથી ઉખેડી ફેંકવા જોઈએ...
કારણ કે, કોઈ ની સાથે રહીને બંધનમાં રહેવા કરતા મુક્ત રહીને મસ્ત રહેવું સારું.
કારણ કે, કોઈ ની સાથે રહીને બંધનમાં રહેવા કરતા મુક્ત રહીને મસ્ત રહેવું સારું.
* મુક્ત રહો, મસ્ત રહો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.