શુક્રવાર, 1 જુલાઈ, 2016

મંગલ પ્રારંભ

સૌ સારસ્વત મિત્રોને મારા નમસ્કાર...

આજથી આ બ્લોગને સંસ્કૃતના હવાલે કરું છું.
આપ સૌ એ મારા અન્ય વિષયનાં લેખ, વિચારો મારા બ્લોગ પર વાંચીને આ બ્લોગને 18000થી પણ વધુ મુલાકાતીઓની સંખ્યામાં મૂકી દીધો એ બદલ આપ સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.

હવેથી મારું ધ્યાન મેં ગુજરાત રાજ્યનાં તમામ ભાષા શિક્ષકોને પોતાના વર્ગખંડમાં ભાષા શિક્ષણ દરમ્યાન પડતી મુશ્કેલીઓનો નાનકડો અને વ્યવહારુ ઉકેલ લાવવા પર કેન્દ્રિત કર્યું છે.

જે શિક્ષકોને પોતાના સ્નાતકનાં અભ્યાસક્રમમાં સંસ્કૃત સિવાયની અન્ય ભાષા હતી, તેવા શિક્ષકોને વર્ગખંડમાં સંસ્કૃત ભાષા શીખવવાની ખાસ તકલીફ પડતી હોય એવું મોટા ભાગે જોવા મળે છે.
ત્યારે પ્રશ્ન એ થાય કે
જો શિક્ષકને જ સંસ્કૃત ભાષા આવડતી ન હોય તો એ પોતાના વિદ્યાર્થીને કેવી રીતે સારું સંસ્કૃત શીખવી શકશે ?
અને જો વિદ્યાર્થી સંસ્કૃત સારી રીતે ન શીખે તો તેનું "આઉટકમ" મળતું જ નથી અને સરવાળે સંસ્કૃત ભાષાને "નકામી" ગણી લેવામાં આવે છે.

હજારો વર્ષથી સચવાયેલી, અને એક સમયે જે બોલચાલની ભાષા હતી એ ભાષામાં કાંઇક તો ઉત્કૃષ્ટ એવું છુપાયેલું હશે જ કે જે સમગ્ર સમાજને એક સમયે દિશા સુચન કરતી હતી. 

આવી સરસ સંસ્કૃત ભાષા ને આપણે ખાસ કરીને બીનસંસ્કૃત સ્નાતક - અનુસ્નાતક શિક્ષકોને ખાસ શીખવી જોઈએ અને પોતાના વિદ્યાર્થીને પણ શીખવવી જોઈએ. 

આ બ્લોગને સંસ્કૃતના હવાલે કરવાનો નિર્ણય એટલે જ કર્યો છે.
આ બ્લોગ પર ધોરણ ૬ થી ૧૨ સુધીનાં સંસ્કૃત વિષયનો તમામ અભ્યાસક્રમ, સમયાંતરે આવરી લેવાશે. 


એ સિવાય પણ અમે ટૂંક સમયમાં જ આ બ્લોગ પર સંસ્કૃત ભાષાનું શબ્દભંડોળ વધે તેવી તથા વિદ્યાર્થીઓને રમત રમતમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થાય એ પ્રકારની વિવિધ રમતો તથા પ્રવૃત્તિઓ મુકીશું.

બ્લોગની મુલાકાત લેવા માટે અહિયાં ક્લિક કરો.

એકલા હાથે તાળી ન પડે એ ખબર હોવા છતાય તાળી પાડવાનો એક સુક્ષ્મ પ્રયાસ કર્યો છે.
જો આપ મારી સાથે જોડાવા માંગતા હોય તો દિલથી આપનું સ્વાગત છે.

જો આપ આ બાબત મને મદદરૂપ થવા માંગતા હોય, 
કે અન્ય કોઈ પણ સુચન આપવા માંગતા હોય તો નીચે જણાવેલા નંબર પર મારો સંપર્ક કરશો, 
અથવા WhatsApp પર મેસેજ કરશો.
મોબાઈલ નંબર : 9974102117  - નીરવ જાની 
(સમય - સવારે 8:00 થી 10:30 તથા સાંજે 06:00 થી 11:00)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.