મંગળવાર, 5 જુલાઈ, 2016

आषाढस्य प्रथम दिवसे...



       આજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢનો પ્રથમ દિવસ...
કવિરાજ કાલીદાસનો જન્મ દિવસ,
અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...

ગાંધીનગરનાં ટાઉનહોલમાં આજે હકડેઠઠ મેદની વચ્ચે માનનીય રાજ્યપાલ મહોદયનાં અધ્યક્ષ સ્થાને આ ઉત્સવ દર વર્ષની જેમ જ રંગે ચંગે ઉજવાશે. 
સંસ્કૃતવિશ્વથી અજાણ લોકો એ આ ઉત્સવ માણવા ખાસ જવું જોઈએ.


સંસ્કૃત મંત્રો,
શ્લોકો,
પ્રવચનો,
બાળવાર્તાઓ,
રમુજી ટૂચકાઓ,
સમાચાર,
નાટકો,
સંસ્કૃત રાસ,
સંસ્કૃત ગરબા,
અને પરસ્પર સરળ સંસ્કૃતમાં વાર્તાલાપ તો ખરો જ...
અદભૂત મહોત્સવ દર વર્ષે ઉજવાઈ રહ્યો છે. 
હું જ્યારે SGVP માં હતો, ત્યારે દર વર્ષે અચૂક હાજરી આપતો... 
અત્યારે બહુ દૂર હોવાથી દર વર્ષે આવવું શક્ય નથી...
પણ આજેય એ સંસ્કૃતોત્સવનાં મીઠા સંભારણા મારી સાથે તો જ હોય છે...

કવિકુલગુરુ કાલીદાસજી વિષે તો શું લખવું ?
સંસ્કૃતમાં એમના માટે ઉક્તિ છે કે "कनिष्ठिकाधिस्थित कालिदासः |" 
એટલે જ તો એમના વિષે શું લખવું એ વિચારણીય મુદ્દો બની જાય છે.
એમના કાવ્યોમાં માનવ હૃદયની લાગણીઓ જેટલી ઉત્કૃષ્ટ રીતે વ્યક્ત થઇ છે એટલી ઉત્કૃષ્ટતા અન્ય કોઈ પણ કવિનાં કાવ્યમાં આજદિન સુધી જોવા નથી મળી.
પ્રેમનો આવેશ,
પ્રેમની પરાકાષ્ટા,
પ્રેમનું જુનૂન,
પ્રેમની અભિવ્યક્તિ,
પ્રેમનો આનંદ,
પ્રેમનો સ્વીકાર-અસ્વીકાર,
પ્રેમ ભંગ સહીતનું વિષયવસ્તુ એમના કાવ્યોમાં ચોટદાર રીતે અભિવ્યક્ત થયું છે.
વિષયવસ્તુ પ્રેમીઓના જીવનની આસપાસ ફરતું હોઈ કવિરાજ પોતે પણ આજીવન પ્રેમી હશે એવું એમના કાવ્યો પરથી પ્રતીત થાય છે... 

અભિજ્ઞાન શાકુન્તલ 
મેઘદૂત,
માલવિકાગ્નીમિત્રમ,
વિક્રમોર્વશીયમ,
રઘુવંશ,
આ બધી એવી કૃતિઓ છે કે જેને આજે વિશ્વ સાહિત્યમાં સ્થાન મળ્યું છે. અને અનેક મૂર્ધન્ય સાહિત્યકારો દ્વારા સ્વીકાર પણ થયો છે.

LOVE IS IN AIR એ અંગ્રેજી ઉક્તિને આ મહાકવિ આજથી એકાદ હજાર વર્ષ પહેલા જ અનુભવી ચુક્યા છે, અને એ જ અંગ્રેજી વાક્યની સંસ્કૃત ભાષામાં આગોતરી અભીવ્યક્તિ એટલે કવિરાજ કાલીદાસની તમામ રચનાઓ. આગોતરી એટલા માટે કારણ કે આ કવિના જીવનકાળ દરમ્યાન અંગ્રેજી ભાષાનો તો ઉદ્ભવ જ નહોતો થયો. 

અષાઢના આજનાં પ્રથમ દિવસે આપણા પ્રાચીન વિશ્વ સાહિત્ય ને આપણે ઓળખીએ અને ગર્વ કરીએ.
સૌ સંસ્કૃત-પ્રેમીઓને અષાઢી મહિના નાં વધામણાં...

આભાર. 

5 ટિપ્પણીઓ:

Please comment with your own opinion.