બુધવાર, 3 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 03

     જ્યારે પણ તમે પ્રેમ કરો ત્યારે સંપૂર્ણ હૃદયથી પ્રેમ કરો,
અને તમારો પ્રેમ દર્શાવતાં કદી ડરો નહીં.
તમારા પ્રેમને ખુલ્લા પુસ્તક જેવો થવા દો, જે બધા લોકો વાંચી શકે.
દુનિયાની એ સૌથી અદ્ભૂત વસ્તુ છે, એટલે તમારી અંદર રહેલા એ દિવ્ય પ્રેમને મુક્તપણે વહેવા દો.
પ્રેમ અંધ નથી,
એ પ્રિય પાત્રમાં જે અતિ ઉત્તમ છે એને જુએ છે અને એટલે એ અતિ ઉત્તમને જ બહાર ખેંચી લાવે છે.
કોને પ્રેમ કરવો અને કોને નહીં, એવી તારવણી અને પસંદગીમાં ન પડો.
ફક્ત તમારું હૃદય ખુલ્લું રાખો અને સર્વ જીવો પ્રતિ સમાનપણે પ્રેમને વહેતો રહેવા દો.
આમ કરવું તે મારા દિવ્ય પ્રેમ વડે ચાહવા જેવું છે.
એ સૂર્ય જેવો છે અને સર્વ પાર સમાનપણે પ્રકાશે છે.
નળની જેમ પ્રેમને કદી ચાલુ બંધ ન કરવો જોઈએ.
પ્રેમ કશાને બાકાત રાખતો નથી કે કશા પર માલિકીભાવ ધરાવતો નથી. તમે એને જેટલો વધુ સહિયારો બનાવવા તૈયાર હો તેટલો એ મહાન બને છે.
એને પકડી રાખો અને તમે એ ગુમાવી બેસશો.
એને વહેવા દો,
એ હજાર ગણો થઈને તમારા ભણી પાછો વળશે અને એમાં સહભાગી બનનાર સહુને માટે એ આનંદ અને આશીર્વાદ બનશે.

ઊઘડતાં દ્વાર અંતરનાં પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.