ગુરુવાર, 4 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 04

     શ્રધ્ધા વડે જીવવું, એનો તમારે મન શો અર્થ થાય છે ?
તમારી સલામતી કયાં છે ?
લોકોમાં છે ?
તમારા બૅન્ક-એકાઉન્ટમાં છે ?
કે પછી તમારા મૂળિયાં દ્રઢપણે મારી ધરતીમાં, તમારા ભગવાનમાં, તમારી ભીતર રહેલી દિવ્યતામાં રોપાયેલાં છે ?
શાંતિથી વિચારી જુઓ, અને તમને રજ માત્ર સંશય વિના જાણ થશે કે તમારી શ્રદ્ધા અને સલામતી શામાં છે.
બહારની કોઈ પણ બીજી દેખીતી સલામતી વિના તમે હસતા મુખે અને નિર્ભયતાથી જીવનમાં કોઈ મોટું પગલું ભરી શકો ?
કોઈ એક બાબત યોગ્ય છે એમ તમે જાણો તો પછી તમે ખચકાટ વગર એ કરી શકો ?
તમે વિશ્વાસ પૂર્વક તમારો હાથ મારા હાથમાં મૂકીને શું કહી શકો કે 'તારી ઇચ્છા પૂર્ણ થાઓ'? - અને ખરેખર જ એ મનપ્રાણથી માની, જે કાંઈ આવી પડે તે સ્વીકારવાની તૈયારી સાથે, અજ્ઞાતમાં એ પગલું ભરી શકો ?
શ્રધ્ધાનું નિર્માણ કરવાનો એકમાત્ર માર્ગ એ નાનાં અને ક્વચિત ડગમગતાં પગલાં ભરવાનો અને પછી મોટા પગલાં ભરવાનો છે અને છેવટ તમારી શ્રદ્ધા એટલી સુદ્રઢ બનશે કે તમે અજ્ઞાતમાં મોટી હરણફાળ ભરી શકશો,
કારણ કે તમને જાણ હોય છે કે હું હંમેશાં તમારી સાથે છું.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.