શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 05

     બદલાવા માટે તમે રાજી છો ? થોડો સમય કાઢીને શાંત-સ્થિર થાઓ અને પછી તમારી જાતને પૂરી પ્રામાણિકતાથી નિહાળો.
તમે આત્મ-સંતુષ્ટ અને જાત-સુખિયાં છો ?
તમને એમ લાગે છે કે બીજાઓ બદલાય તે યોગ્ય છે, પણ તમારું પોતાનું જીવન તો જે છે તે જ બરાબર છે ? જો તમારું આવું વલણ હોય તો હવે ધરમૂળથી સફાઈ કારવાનો અને તમારા વિચાર, હકીકતમાં, તમારું સમગ્ર જીવન ઉપરતળે કરીને એમાંથી સઘળી સામગ્રી ફરી તપાસી જોવાનો સમય પાકી ગયો છે.
આ તમે કરી રહો તે પછી, કોઈ પણ વસ્તુ, તે ઉચ્ચતમ પ્રકારની છે અને તમને એની જરૂર છે એવો સંતોષ ન થાય ત્યાં સુધી, ફરી બધું યથાવત ગોઠવવા ન લાગી જાઓ.
તમે જેટલા ખાલી હો તેટલું વધુ સારું,
કારણ કે તેથી નવું તમને ભરી દઈ શકે તે માટે તમે જગ્યા કરી આપો છો,
તમારી પાસે જ્યારે કશું જ ન હોય અને તમે સાવ ખાલી છો એવું તમને લાગે ત્યારે હું તેમાં દાખલ થઈ શકીશ.
તમારી પાસે કંઈ રહ્યું નથી એમ લાગે ત્યારે દુઃખી ન થતાં. મને સાદ કરજો.
હું તમને રાજ્ય આપીશ.
સાચી વિનમ્રતા અને પ્રેમથી જેઓ મારી સહાય અને માર્ગદર્શન ઈચ્છે છે, તેમને આપવામાં હું કશું શેષ રાખતો નથી.
ઊઘડતાં દ્વાર અંતરનાં પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.