બીજાની આધ્યાત્મિક પ્રગતિ કે સિદ્ધિની કદી ઇર્ષ્યા ન કરતાં. તમે પણ એ કરી જ શકો છો, એ પૂરેપૂરું સમજી લો.
પણ એ માટે તમારે કંઈક કરવું જોઈએ, માત્ર બેઠાં બેઠાં ભાગ્યનાં રોદણાં ન રોવા જોઈએ.
દરેકેદરેક જીવ ઊંચાઈઓએ પહોંચી શકે છે,
દરેકેદરેક જીવ મારી સાથે સીધો સંપર્ક સાધી શકે છે,
દરેકેદરેક જીવ મારી સાથે બોલીચાલી શકે છે - તમે જો એ ઇચ્છતાં હો અને એ હકીકત સ્વીકારવા તૈયાર હો
તો
એ શક્ય છે એમ તમારે માનવું જોઈએ અને એ કરવાની તમારી ઈચ્છા હોવી જોઈએ; અને તો પછી તમે અવશ્ય એ કરી જ શકશો.
એમાં કાંઈ આખી જિંદગીનો સમય ન જોઈએ.
એમાં સમયની સહેજ પણ જરૂર નથી.
તમે ધારો તો આંખના એક પલકારામાં બદલાઈ શકો.
એક ક્ષણે તમે જરાજીર્ણમાં ચાલતાં હો, બીજી જ ક્ષણે તમે ઉજ્જ્વલ નૂતનતામાં હોઈ શકો.
તમારા કોઈ પ્રયત્ન વિના,
માત્ર ઊંડી ઝંખના, દ્રઢ નિરધાર અને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ વડે એ એટલી શીઘ્રતાથી બની શકે.
એને કેમ ન અજમાવી જુઓ અને મારાં શાંતિ અને પ્રેમથી તમને ભરી દેવા, તમને વીંટળાઈ વળવા દો ને ?
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 6 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 06
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
સાચી વાત છે.👌
જવાબ આપોકાઢી નાખો