રવિવાર, 7 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 07

     ક્યારેય, કદી પણ તમારાં મન અને હૃદયને બંધ કરી દેતાં નહીં. નવી બાબતથી, અજાણી કે ચીલાચાલુથી ભિન્ન બાબતથી કદી ગભરાતા નહીં.
અંતઃસ્ફુરણાને, અંતઃપ્રેરણાને સાંભળવા તૈયાર અને સજ્જ થાઓ, એ કદાચ એવું કાંઈ સંપૂર્ણપણે નવું ઉદ્ઘાટિત કરે, જેને કોઈ રૂપ કે ઘાટ ન હોય અને જેને તમારે શબ્દો ય પહેરાવવા પડે.
આ આધ્યાત્મિક માર્ગમાં બૌદ્ધિક ગર્વ આડખીલી બની શકે, સત્યને ખરેખર અવરોધક બની શકે.
તમને જેની જરૂર છે તે તો છે અંતઃપ્રેરણા અને અંતઃસ્ફુરણા, બૌદ્ધિકતા નહીં.
બૌદ્ધિકતા બહારથી આવે છે, અંતઃપ્રેરણા અને અંતઃસ્ફુરણાં અંદરથી આવે છે અને બહારના કશાનો તેની પર પ્રભાવ પડતો નથી. તમારી વિદ્યા અંદરથી આવવા દો; તમારી અંદર જે સઘળું છે તેમાંથી જ તે બહાર લઈ આવો.
તમારી અંદર કેટલું બધું છે એ જોઈ તમે ચકિત થઈ જશો.
એને કોઈ સીમા નથી કારણકે એ મારામાંથી આવે છે, અને હું અસીમ છું; મારા થકી જે છે તે સઘળું અસીમ અને શાશ્વત છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.