સોમવાર, 8 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 08

     તમારી ચેતનામાં તમે શું સંઘરેલું છે ? હું એમ ઈચ્છું છું કે તમારે માટે કેવળ સર્વોત્તમ, કેવળ સર્વોચ્ચ જ હોય.
સ્વેચ્છાએ તમે એથી કશું પણ ઉતરતું પસંદ કરો અને એથી કરીને એવું જ તમારી પાસે ખેંચાઈ આવે, બીજા દરજ્જાની બાબતથી તમે સંતુષ્ટ થાઓ, તો પછી એ વિશે હું કાંઈ કરી શકું નહીં.
ઉત્તમોત્તમની અપેક્ષા રાખતાં ડરો નહીં.
'તમે એને માટે લાયક નથી' અથવા 'ઉત્તમ મેળવવા માટે તમે યોગ્ય પાત્ર નથી' એવું કદી મનમાં લાવશો નહીં.
હું તમને કહું છું કે એ તમારો સાચો વારસો છે, પણ તમારે એના પર હક કરવો જોઈએ, તમારે એ સ્વીકારવો જોઈએ, એની અપેક્ષા રાખવી જોઈએ.
એ તમારો જ છે.
એ મારી તમને ભેટ છે.
તમે એને સભર અને કૃતજ્ઞ હૃદયે સ્વીકારવાનાં છો કે એને પાછી ઠેલવાનાં છો ?
અધિકારથી જે તમારું છે તેના સ્વીકારમાં ખોટી વિનમ્રતા આડી ન આવવા દો.
અને એને ફક્ત સ્વીકારો એટલું બસ નથી, એમાં ગૌરવ અનુભવો, એને માટે સદા સર્વદા ધન્યવાદ આપતાં રહો.
એ ખજાનાનું જતન કરો અને એનો ચમત્કાર તમારા જીવનમાં પ્રગટ થતો નિહાળો.
સંશયની એક રેખા સરખી ન રાખતાં.
જાણો કે મારી પાસે જે કાંઈ છે તે બધું તમારું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

2 ટિપ્પણીઓ:

Please comment with your own opinion.