મંગળવાર, 9 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 09

     જે લોકો મારામાં રહીને જીવે છે અને ગતિ કરે છે અને મારા પ્રકાશ અને પ્રેમમાં જેમનું અસ્તિત્વ રહેલું છે તેમની સઘળાં વિનાશકારી બળોથી સંપૂર્ણ રક્ષા થાય છે.
એટલે દુનિયાદારીની ચિંતાઓ સામે કે તમારા માનવબંધુઓની દશા જોઈને નમી પડતાં નહીં.
નમી પડશો તો તમે મદદ નહીં કરી શકો, કારણ કે તો પછી જગત જે ગૂંચવણો અને અંધાધૂંધીમાં છે તેનો તમે પણ ભાગ બની જાઓ છો.
દુનિયામાં અંધારું જેમ વધુ ગાઢ બનતું જાય તેમ તમારી અંદરનાં પ્રકાશનાં શક્તિ ને સામર્થ્ય વધવાં જોઈએ, જેથી દુનિયાને તમે અતિક્રમી શકો અને શાશ્વત જીવન અને પ્રકાશનું ઉદાહરણ દર્શાવી શકો. તમારી અંદરની કોઈ નકારાત્મક બાબત એ પ્રકાશને ઝાંખો ન પાડે તે જુઓ, એ પ્રકાશને તમારામાંથી ઝળહળી ઊઠવા દો.
બહારનું કોઈ પરિબળ અંદરના પ્રકાશને બુઝાવી દઈ શકશે નહીં.
દુનિયાની પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, એ સદાય પ્રખરપણે જ્વલિત રહેશે.
તમારા જીવંત દ્રષ્ટાંત વડે તમે અંધકારને પ્રકાશમાં પલટી નાખવામાં મદદ કરી શકશો.
સતત મારા સંપર્કમાં રહો,
જેથી હું તમને દરેક રીતે પ્રેરિત કરી શકું.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.