સઘળા જવાબો અંદરથી શોધતાં શીખો. ઘડીભર શાંત-સ્થિર બેસો, એ મૌનમાંથી તમને જવાબ મળશે. જવાબ તરત ન સાંપડે તો કદી નિરાશ ન થશો.
ફક્ત મારી સમીપ રહો અને જાણો કે મારી સમયની ગોઠવણી હંમેશા સંપૂર્ણ અને સમગ્ર વિશ્વ સાથે પૂર્ણ સંવાદમાં રહેલી હોય છે.
જીવન સરળપણે ચાલતું ન હોય ત્યારે જવાબદારીઓનો મુકાબલો કરવાને બદલે, શાંતિ અને વિશ્વાસને જ તમારી તાકાત બનવા દેવાને બદલે, હતાશાથી હાથ ખંખેરી નાખી, એ બધાંથી ભાગી છૂટવા મથવાનું કેટલું સહેલું છે !
કશું કરતાં પહેલાં મારી મરજી શી છે તે ખોળી કાઢો.
તમે ખરેખર જ મને ચાહતાં હો ત્યારે મારી મરજી મુજબ કરવા ઇચ્છશો, કારણ કે પ્રેમ પ્રિયતમ માટે સઘળું કરી છૂટવા ઝંખે છે.
એટલે જ્યારે તમારા હૃદયનાં ઊંડાણમાં મારો ઝીણો સ્થિર અવાજ સાંભળો ત્યારે મારા એ પ્રેમને જ કાજે, તમારી પાસેથી હું જે કાંઈ ઈચ્છું તે સર્વનું પાલન કરો.
હું તમને કદી નિરાશ કરીશ નહીં કે તજી દઈશ નહીં એની ખાતરી રાખજો.
મારે કાજે તમે જે બધું કરો તેમાંથી અતિ ઉત્તમ જ નીપજશે એની ખાતરી રાખજો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.