માર્ગ તો અનેક હોય, પણ ધ્યેય દરેકનું એક જ હોય છે. એ ધ્યેયને પામવા માટે હંમેશાં કાં તો સહેલો રસ્તો હોય છે કે પછી અઘરો રસ્તો હોય છે; સીધો રસ્તો હોય છે અથવા વાંકોચૂકો રસ્તો હોય છે, જે ત્યાં પહોંચતાં પહેલાં રાજમાર્ગો અને આડમાર્ગો પરથી પસાર થાય છે. પસંદગી વ્યક્તિએ પોતે કરવાની છે.
તમારો માર્ગ પસંદ કરવા તમે પૂરેપૂરાં સ્વતંત્ર છો, એટલે એ માર્ગ શોધી કાઢો અને પછી એને અનુસરો.
પછી ભલે ને છેવટે તમને એમ થાય કે વાંકોચૂકો રસ્તો લેવામાં તમે કેટલો બધો સમય બગાડ્યો !
એને બદલે સીધો રસ્તો લેવાનું કેટલું બધું સહેલું હતું !
તમને ખબર છે કે તમે ક્યાં જઈ રહ્યાં છો અને શું કરી રહ્યાં છો ?
તમને ખાતરી છે ને કે તમે યોગ્ય જગ્યા એ છો અને તમારી અંદર સંઘર્ષ નથી ?
તમારું હૃદય ફંફોળી આ શોધી કાઢો એ મહત્વનું છે, કારણ કે તમે તમારી સાચી જગ્યાએ છો અને જે કામ તમારે કરવું જોઈએ તે તમે આનંદ અને પ્રેમથી કરી રહ્યાં છો, એવું તમને ન લાગતું હોય તો તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદાન કરી શકો નહીં.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.