ચાલવા શીખતું નાનું બાળક પડી જાય ત્યારે નિરુત્સાહ થતું નથી પણ ઊભું થઈને ફરી ફરી પ્રયત્ન કરે છે અને છેવટે ચાલવાની કળામાં પ્રવીણ બને છે.
આધ્યાત્મિક જીવનનું પણ એવું જ છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધતાં, દેખીતા પરાજયોથી કોઈ દિવસ ક્યારેય નિરુત્સાહ થતાં નહીં.
પડી જાઓ તો બસ, ઊભાં થઈ જાઓ અને ફરી કોશિશ કરો.
પણ ત્યાં ને ત્યાં આત્મદયામાં પડી રહેવામાં ઇતિશ્રી માનીને એવું તો કહેતા જ નહીં કે જીવન તો અતિઘણું મુશ્કેલ છે અને હવે મારાથી આગળ નહીં વધાય.
તમારું વલણ તો હંમેશાં અંદરની એક ખાતરી વાળું હોવું જોઈએ કે એક વાર તમે આધ્યાત્મિક માર્ગ પર પગ માંડયા કે અંતે તમે ધ્યેય પાર પહોંચવાનાં જ, ભલે રસ્તે ગમે તેટલા અવરોધો નડે!
તમને જણાશે કે મૌન એકાંતમાં ગાળેલો સમય તમારી આધ્યાત્મિકતામાં ફરી શક્તિ સીંચે છે અને જે કાંઈ સામે આવે તેનો, ડગ્યા વગર કે પીછેહઠ કર્યા વગર સામનો કરવામાં મદદ કરે છે.
એટલા માટે રોજ સવારે મારી સાથે એકાંતમાં ગાળેલો સમય, દિવસ દરમિયાન જે કાંઈ આવી પડે તે માટે તમારું સામર્થ્ય વધારશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
જો દિવસ દરમિયાન તમને એક પણ અવરોધ ન આવે તો તમારો દિવસ નિષ્ફળ ગયો કહેવાય.
જવાબ આપોકાઢી નાખો