શનિવાર, 13 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 13

     શ્રદ્ધા વગર તમે આ આધ્યાત્મિક માર્ગ પર યાત્રા નહીં કરી શકો. વિશ્વાસ ન હોય ત્યાં પ્રેમ નથી અને પ્રેમ ન હોય તો જીવન ખાલી છે.
તમારા હૃદયને ખુલ્લું કરો, પ્રેમને વહેવા દો, ભલેને સપાટી પર જીવન ગમે તેટલું મુશ્કેલ લાગતું હોય ! બહારની પરિસ્થિતિઓ અને સંજોગોથી ઉપર ઉઠો અને એ પ્રદેશોમાં પ્રવેશ કરો, જયાં સર્વ કાંઈ પ્રકાશ છે, સર્વ કાંઈ શાંતિ છે, સર્વ કાંઈ પૂર્ણતા છે અને ક્યાંય કશો વિચ્છેદ નથી.
એ કરવા માટે પહેલાં તમારે એની પસંદગી કરવી પડે અને પછી એનો અમલ કરવો પડે.
બહારની કોઈ બાબતથી તમે હતાશામાં ગરકાવ ન થઈ જાઓ તે જોજો.
દરેક કાળા વાદળની પાછળ રૂપેરી કોર ઝળહળે છે તે જુઓ અને એના પર જ એટલું ધ્યાન કેન્દ્રિત કરો કે વાદળનું અસ્તિત્વ જ ન રહે. આભાર ને ધન્યવાદનાં ગીતો ગાતાં ગાતાં ચંડૂલ પક્ષીની જેમ ઉપર ઊંચાઈઓમાં ઊડતા શીખો.
દુનિયાની રીતરસમો સાથે, જીવનનાં જડત્વવાદ સાથે જકડાઈ ન રહો.
અધ્યાત્મ જ મહત્વની બાબત છે.
એટલે આત્માની ભૂમિકા પર જીવવાનું, આત્માના માર્ગો પર ચાલવાનું અત્યારથી જ શરૂ કરી દો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.