જીવનમાં કરવા જેવી અનેક સરસ બાબતો છે, પણ તમે પોતે સારામાં સારું શું કરી શકો? શોધી કાઢો અને પછી એ કરવા માંડો, અને કરવાનો આનંદ માણો.
બીજું કાંઈક કરવાની ઝંખનામાં અથવા બીજા કોઈ સ્થળે બીજી તકો મેળવવાની ઇચ્છામાં સમય ને શક્તિ ન વેડફો.
નિશ્ચે સમજી લો કે તમે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે જ છો અને જ્યાં છો ત્યાં ચોક્કસ હેતુ માટેની ચોક્કસ કામગીરી બજાવવા સારુ જ છો.
એટલા માટે તમારી પાસે હોય એ સઘળું એ કાર્યમાં રેડો, અને એ પ્રેમ અને આનંદથી કરો.
જુઓ, કે જિંદગીમાં કેટલી મજા છે, ફક્ત તમારા પોતાનાં માટે નહીં, પણ તમારી આસપાસનાં લોકો માટે પણ!
તમે જયાં સુધી તમારું ઉત્તમોત્તમ અખિલતાને ન આપો ત્યાં સુધી તમે એ અખિલતાના ભાગરૂપ થવાની આશા ન રાખી શકો.
તમે એનાથી તમારી જાતને અલગ કરી લેશો તો તમારામાં અખિલતા રહેશે નહીં.
જે કરવાનું છે તે જ્યારે તમે સંપૂર્ણપણે કરો છો અને અખિલના લાભ માટે કરો છો ત્યારે તમને કેટલો ઊંડો સંતોષ મળે છે તે જુઓ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 14 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
આજનો આ લેખ આપણને Do your best તથા Enjoy what you do ની પ્રેરણા આપે છે.
જવાબ આપોકાઢી નાખો