નિરાંતવા થાઓ તો! છોડી દો બધું અને મને સંભાળી લેવા દો. કારણ કે તમારા જીવનમાં જેમ વધુ તાણ અને દબાણ હશે તેમ તમે ઓછું કામ કરી શકવાનાં.
તમારાં જીવનને પ્રકૃતિની સાથે વહેવા દો, ભરતી-ઓટની સાથે વહેવા દો અને જે કરવાનું હોય તે સાદી સરળ રીતે, સહજતાથી, આનંદપૂર્વક કરો, તો ?
દ્રઢતાથી હોઠ ભીડીને, પ્રેમ કે આનંદ વગર આ કે તે કે પેલું કરવા જાત પર બળજબરી કરવી તેના કરતાં જીવનને આનંદથી શા સારું ન માણવું ?
તમે જ્યારે બધા સાથે સંવાદમાં હો છો અને કશાનો પણ વિરોધ કરતા અટકો છો ત્યારે જીવન અદ્ભૂત બની જાય છે.
પોતાને માટે દરેક બાબત ગૂંચવણરૂપ બનાવવાની શી જરૂર ?
આજનાં દિવસને ખાસ દિવસ બનાવીને, દરેક બાબતમાં ઉત્તમોત્તમ કેમ ન જોવું ?
દરેક બાબત માટે આભાર માનો.
દરેક બાબતનો જે રીતે આનંદ માણવો જોઈએ તે રીતે આનંદ માણો.
હું એમ ઈચ્છું છું કે તમે જીવનને માણો.
તમારી આસપાસ રહેલી પ્રકૃતિનું સૌંદર્ય નીરખવાથી શરૂઆત કરો.
તમને જણાશે કે એક અદભુત વસ્તુ બીજી અદભુત વસ્તુ ભણી લાઇ જાય છે અને અંતતઃ તમારું પોતાનું આખું જીવન વિસ્મય અને આનંદરૂપ રહે છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
સોમવાર, 15 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Good
જવાબ આપોકાઢી નાખો