કોઈક વાર અમુક પગલું ભરવું કે નહીં તે વિશે શંકા ઉપજે તો શાંત-સ્થિર થઈને મારી પાસે આવજો. મારા આશીર્વાદ વગર એકદમ આગળ ધસી જઈને ક્યારેય કશું કરતાં નહીં.
હંમેશા જાણી લો કે તમે ક્યાં જઈ રહયાં છો; એટલે પછી માર્ગે તમે ભૂલાં નહીં પડો. આ માટે જ, જયાં સુધી આગળ જવા સારુ હું લિલી ઝંડી ફરકાવું નહીં ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે.
શાંત-સ્થિર થઈને મારી પાસે બેસવું, તે કંઈ સમયનો વ્યય નથી. તમે ઉતાવળે આગળ દોડી જઈને કશું ખોટું કરી બેસો અને પછી તમારે પરોઠનાં પગલાં ભરવા પડે, અંધ આવેગમાં તમે જે કર્યું હોય તે બધું ભૂંસવું પડે તેનાં કરતાં સાચું પગલું ભરો તો છેવટે તમારો કેટલો બધો સમય બચી જાય !
કશુંક બરોબર છે એમ તમે જાણો,
પછી એને અવિલંબપણે પાર પાડતાં અચકાઓ નહીં.
પણ જ્યારે કશા વિશે તમારા મનમાં અનિશ્ચિતતાની સહેજ સરખી પણ રેખા હોય, ત્યારે કાર્ય કરતા પહેલાં વસ્તુઓ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ, રાહ જોવી જોઈએ, રાહ જોવી જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 16 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 16
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.