તમે જીવ્યાં હો એવા કોઈ પણ દિવસ કરતાં આજના દિવસને વધુ અદ્ભુત બનાવવાનું તમારા હાથમાં છે - તમારા યોગ્ય વલણ થકી, તમારા વિધેયાત્મક વિચાર થકી.
આજના દિવસને મારા દિવસ તરીકે જુઓ,
મારા પૂર્ણ આશીર્વાદ પામેલા દિવસ તરીકે ,
અને નિરાશાના એક પણ વિચારથી એને વિરૂપ કર્યા વિના એને તમારે માટે સંપૂર્ણતામાં પૂરો ઉઘડતો જુઓ.
આજનો દિવસ જે કાંઈ પણ લાવે, તેના વિશે તમારે નિરાશ શા સારું થવું જોઈએ ?
યાદ રાખો કે એ પૂરી રીતે તમારા નિયંત્રણમાં છે.
પરિસ્થિતિના સ્વામી તમે છો,
એટલે એ કેવી રીતે પ્રાગટ્ય પામે છે એનો આધાર તમારી પર છે.
તમારી સમક્ષ કોઈ સમસ્યા હોય,
તો જાણો કે તેનો જવાબ છે.
સમસ્યાથી તમારી જાતને દબાઈ ન જવા દો.
એને ઉપર ચડવાના પગથિયાં તરીકે જુઓ,
એને એક પડકાર તરીકે જુઓ,
ઉકેલ એની મેળે જ નજરે ચડશે.
સમસ્યાને તમારા પર કદી, કદી નિયંત્રણ મેળવવા દેતાં નહીં.
તમારે એ કરવાનું જ છે.
તમારે વિધેયાત્મક રીતે વિચારવા માટે,
વિશાળતા વિચારવા માટે,
સફળતા વિચારવા માટે પ્રયત્ન કરવાનો જ છે; અને પછી તમે એ એક એક પગલે બનતું આવે તે નિહાળજો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 18
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.