શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 19

     તમે જાતને બદલવા તૈયાર ન હો ત્યાં સુધી આધ્યાત્મિક રીતે વિકસવાની આશા ન રાખી શકો. આરંભમાં તો એ ફેરફારો નાની નાની બાબતોમાં આવશે, પણ આ નવા માર્ગે તમે જેમ જેમ આગળ વધતાં જશો તેમ તેમ તે વધારે આકરા ને મૂળભૂત બનતા જશે. કેટલીક વાર જીવનને તદ્દન નવા ઢાળમાં ઢાળવા માટે ધરમૂળથી બધું ઉથલપાથલ કરી નાખવાની જરૂર પડે છે.
પણ તમારામાં એ હિંમત હોય, અને જે પરિવર્તનો આવી રહ્યાં છે તે ઉત્તમોત્તમ માટે જ છે એવી દ્રઢ પ્રતીતિ હોય, તો કેટલી ઝડપથી તમે એ પરિવર્તનથી ટેવાઈ જાઓ છો, એ જોઈને તમને જ નવાઈ લાગશે.
પૂર્ણતા એ સદૈવ તમારું ધ્યેય રહો.
એને આંબવા મથતા રહો.
દેખીતી રીતે અશક્ય લાગતું હોય તેને પહોંચવા પ્રયત્ન કરતા રહો.
સમજદારી અને શાણપણમાં વૃદ્ધિ પામતાં રહો.
કોઈ દિવસ ક્યારેય જેવા છો તેવાં રહેવામાં સંતોષ માની બેસતાં નહીં.
હંમેશા કંઈક વધુ શીખવાનું હોય જ છે.
આ જીવનમાં હંમેશાં જ કંઈક નવું અને અદ્ભુત શોધી કાઢવાનું હોય છે, એટલે તમારી ચેતના અને કલ્પનાને વિસ્તારી એને માટે જગ્યા કરો. ખુલ્લાં અને ઝીલનારા બની રહો, જેથી તમે કશું ચૂકી ન જાઓ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.