શનિવાર, 20 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 20

     તમે પ્રથમ બાબતોને પ્રાથમિકતા આપતાં શીખો, પછી મારી પાસે છે તે સઘળું તમારું જ છે. પણ તમારે સમયની નિરાંત લઈને તમારું હૃદય ફંફોળવું જોઈએ અને જીવનમાં કઈ બાબતોને પ્રથમ સ્થાન આપો છો તે જાણવું જોઈએ. યાદ રાખો કે તમે મારાથી કશું છુપું રાખી શકશો નહીં, એટલે તમારી જાત સાથે પૂરેપૂરાં ખુલ્લાં અને પ્રામાણિક થજો.
મારા માટે તમે જે કામ કરો છો તે તમારે મન બીજી કોઈ પણ બાબત કરતાં વધારે મહત્વનું છે ખરું ?
કે પછી તેને પશ્ચાદભૂમાં ધકેલી દેવાનું અને તમને અનુકુળ હોય, તમને મન થાય ત્યારે જ મારી ઈચ્છાને અનુસરવાનું તમારું વલણ છે ?
એમ હોય તો, તમે પ્રથમ બાબતોને પ્રાથમિકતા આપી ન કહેવાય. 
સર્વ કાંઈ જ્યારે મને સમર્પિત કરવામાં આવે ત્યારે જ મારી ખૂબીઓ અને મહિમા પ્રગટ કરવા માટે હું તમારામાં અને તમારી દ્વારા મુક્તપણે કામ કરી શકું.
તમારું સમર્પણ અડધાપડધા હૃદયથી કે ભયથી કરેલું ન હોય તે જોજો.
તમે જ્યારે કાઈ પણ આપો ત્યારે તે પૂરા હૃદયથી આપો,
સાચેસાચા પ્રેમ અને આનંદથી આપો અને કશો પણ ખેદ ન રાખો.
ભરોસો રાખો કે તમારી ભેટનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે જ રીતે હું કરીશ - મારા ગૌરવ અને મહિમા કાજે, સમગ્રના હિત કાજે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.