દિવસની શરૂઆત આભાર માનવાથી કરો. તમને અઢળક આશીર્વાદ મળેલા છે અને મારા આશીર્વાદ તમારા પર આખોય વખત વરસ્યા કરે છે તેનો પ્રતીતિપૂર્વક અનુભવ કરો. ગઈ કાલે તમે કેટલાં કૃતજ્ઞતા-વિહોણાં હતાં તે વાત જવા દો; મહત્વની વાત એ છે કે આજે અત્યારે તમારું શુ વલણ છે.
ભૂતકાળને પાછળ છોડી દો.
ભૂતકાળની ભૂલોપર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમય ન બગાડો.
માત્ર એમાંથી પાઠ શીખી લો, પછી આગળ ચાલો અને જીવનનો આનંદ માણો અને એ દરમિયાન દરેકેદરેક બાબત માટે સતત આભાર માનતાં રહો.
તમે જ્યારે કૃતજ્ઞ હો છો અને જીવનની સઘળી શુભ બાબતોની કદર કરતાં હો છો ત્યારે તમારી અંદર અને તમારી દ્વારા પ્રેમ મુક્તપણે વહેવા લાગે છે.
માત્ર તમે જ્યારે આભાર માનવાનું અને મારી બક્ષેલી સારી ને સુસંપૂર્ણ ભેટોની કદર કરવાનું ભૂલી જાઓ છો ત્યારે જ તમે સૂકાં ને બરડ થઈ જાઓ છો, તમે જાતની ફિકર કરવા લાગો છો અને તમારા માનવબંધુઓની કાળજી કરતાં અટકી જાઓ છો.
આ અયોગ્ય વલણને બદલવાનો સૌથી ઝડપી માર્ગ છે બીજાઓને માટે વિચારવાનું શરૂ કરી દેવાનો અને સમગ્ર માટે જીવવાનો ને અર્પવાનો.
તમને જણાશે કે જાત અને જાત માટેની ચિંતા તો ક્યાંય પાછળ ઓગળીને નહિવત થઈ ગઈ છે.
આ અત્યારથી જ કેમ ન કરો ?
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 21 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 21
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Thank you ��
જવાબ આપોકાઢી નાખો