આમતેમ આંટા મારવાનું બંધ કરો, નિશ્ચિત ગતિ પકડો અને તમારા જીવન થકી કંઈક કરો. ઘણા રસ્તાઓનું ખેડાણ કરવાનું બાકી છે, તો તે ખેડાણ કેમ ન કરો ?
અજ્ઞાતમાં, નવામાં આગળ પગ મૂકતાં કદી ગભરાઓ નહીં, નિર્ભયપણે એ કરો અને એમ કરતાં હંમેશાં જ ઉત્તમોત્તમની અપેક્ષા રાખો.
જીવન ઘણું ઉત્તેજનાપૂર્ણ અને રોમાંચક છે,
પણ તમે અશેષ શ્રદ્ધા અને વિશ્વાસથી નવી કેડી કંડારવા તૈયાર હોવા જોઈએ.
મને તમારો સર્વ સમયનો માર્ગદર્શક અને માર્ગસાથી બનવા દો.
તમે સજ્જ થાઓ ત્યારે તમારી સમક્ષ પ્રગટ થવાને કેટકેટલી બાબતો રાહ જોઈ રહી છે!
આ સાહસપૂર્ણ જીવન માટે તમે સુસજ્જ હોવાં જોઈએ.
તમે આગળ કદમ ભરો તે પહેલાં તમારે અતિ અગત્યના પાઠો શીખવાના છે.
શિસ્ત અને આજ્ઞાધીનતાના મૂળભૂત પાઠો તમારે શીખવાના છે.
એટલા માટે જ તમારી અજમાયશ અને કસોટીઓ થવી જરૂરી છે.
આ પરીક્ષાઓ અને કસોટીઓમાંથી પસાર થવાનું આવે ત્યારે અધીર બની જતાં નહીં, પણ કૃતજ્ઞતા અનુભવજો કે આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે તમને પસંદ કરવામાં આવ્યાં છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
સોમવાર, 22 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 22
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.