જે દિવ્ય વારસો તમને આ પાળે પ્રાપ્ય છે તેને ભવિષ્ય પાર શા માટે મુલતવી રાખો છો ? હું તમારી અંદર છું, શ્વાસથી વધુ નિકટ, હાથ અને પગથી વધુ સમીપ. તમે એ સ્વીકારી શકો છો ? કે તમને હજુ શંકાઓ છે અને મનમાં થાય છે કે એવું તે કાંઈ હોય ?
આ એક એવી બાબત છે જે દરેક જણે પોતપોતાને માટે ખોળી કાઢવાની છે.
તેમને એ ફરી ફરી કહેવામાં આવે તો પણ, જ્યાં સુધી તેઓ એને હકીકત તરીકે સ્વીકારવા તૈયાર ન થાય, એની અદ્ભુતતા જાણવા તૈયાર ન થાય ત્યાં સુધી તેમને માટે એનો કશો જ અર્થ નથી.
અથવા તો એ એક સુંદર સપનું માત્ર છે એમ લાગે, જે કદાચ કોઈક દિવસ સત્યમાં પરિણમે.
શંકા અને અવિશ્વાસમાં કેટલો બધો સમય વ્યર્થ જાય છે !
તમે સત્યને જાણો ત્યારે જ માત્ર સત્ય તમને મુક્ત કરી શકે.
એના વિશે સાંભળવાથી,
વાતો કરવાથી,
વાંચવાથી એ બનતું નથી.
સત્ય તમારી અંદર જીવતું, ગતિ કરતું થવું જોઈએ, એની હસ્તી તમારી અંદર હોવી જોઈએ.
તો પછી એ તમને અવશ્ય મુક્ત કરે છે અને તમે મન-હૃદય-પ્રાણની મુક્તિનો સાચો અર્થ જાણો છો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 23 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 23
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.