સહાય માટે બીજાંઓ ભણી નજર માંડવાનું છોડો, એ માટે અંદર જુઓ અને તમને એ મળશે. ઉત્તર માટે હંમેશા મૂળ સ્ત્રોત પાસે જાઓ, બીજાંઓ દ્વારા મળેલા જવાબોથી કે ઉચ્ચતમ ન હોય તેવી કોઈ વસ્તુથી સંતુષ્ટ ન થઈ રહો.
છેક તળિયેથી શરૂ કરી ઉપરની તરફ કામ કરતાં કરતાં, તમે સાંગોપાંગ શુદ્ધ અને પવિત્ર થશો અને પછી નક્કર ખડક જેવા પાયા પરથી પ્રસ્થાન કરશો જેને કોઈ હલાવી કે નષ્ટ કરી શકે નહીં.
એક વાર તમારા પાયા મજબૂત બને, પછી તમે કશી ચિંતા વગર વધુ ને વધુ ચણતર કરી શકશો. તમારા પાયા મારામાં, આત્માનાં માર્ગમાં ઊંડા ધરબાયા હોય તે જુઓ, દુનિયાના માર્ગમાં નહીં - જે આજે હોય ને કાલે ન હોય.
તમારું સમગ્ર અસ્તિત્વ મારામાં રાખો.
એમાં જીવો અને એમાં ગતિ કરો.
મારી શાંતિ ને મારો પ્રેમ તમને ભરી રહે, તમને વીંટળાઈ રહે એવું થવા દો.
ઊંડા પ્રેમ ધન્યવાદ અને કૃતજ્ઞતામાં તમારા હૃદયને ઊંચે લઇ જાઓ અને મારું ધારેલું કરતાં, મારા માર્ગે ચાલતા પૂર્ણ શાંતિ પામો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 24 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 24
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.