ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 25

     આ આધ્યાત્મિક જીવનમાં કોઈ ઇચ્છાજનિત વિચાર ન હોય તે જોજો. એ તો બહુ જ નક્કર, વ્યવહારુ જીવન છે, ઉત્તેજના અને અપેક્ષાઓથી ભરપૂર છે.
અશક્ય શક્ય બને તેવી અપેક્ષા રાખો.
ચમત્કારો પર ચમત્કારો બને તેવી અપેક્ષા રાખો,
કારણ માત્ર એટલું જ કે તમે મારા દિવ્ય નિયમોમાં જીવો છો અને તેને નિદર્શિત કરો છો.
તમે મારા નિયમો વડે જીવો ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ બાબત બની શકે છે, કારણ કે ઉચ્ચતર શક્તિઓ સાથે તમારો સૂર મળેલો હોય છે અને ચેતનાના વધુ ઊંચા સ્તરેથી તમે કામ કરતાં હો છો.
વિશ્વ-મન સાથે, મારી સાથે તમે એકરૂપ થયા હો છો.
જ્યારે પૃથકતા નથી હોતી અને આપણે જ્યારે એક થઈને કામ કરીએ છીએ ત્યારે સર્વ કાંઈ શક્ય બને છે.
એટલે સૂર મેળવો.
દિવસની શરૂઆત મારી સાથે સૂર મેળવવાથી કરો,
શાંત-સ્થિર થાઓ અને અંદરની એ શાંતિ અને ગંભીર ઊંડાણ પામો, જેનો કોઈ નાશ કરી શકે નહીં.
એક નાજુક વાદ્યને વગાડતાં પહેલાં તેને સૂરમાં મેળવવું પડે છે.
તો જીવનના વાદ્યવૃંદમાં સામેલ થઈ તમે તમારે ભાગે આવેલું વગાડો તે પહેલાં રોજેરોજ તમારે કેટલો બધો સૂરમેળ સાધવો પડે ?
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.