જૂનામાં ગરકાવ રહીને તમે નવાનું સર્જન કઈ શકો નહીં. નવું જન્મેલું બાળક તેની મા સાથે જોડાયેલું રહી શકે નહીં. એ બન્નેને જોડતી નાળ કાપી જ નાખવી જોઈએ જેથી તે અલાયદી હસ્તી બની શકે. આધ્યાત્મિક જીવનનું પણ એવું જ છે.
એક વાર તમે આધ્યાત્મિક માર્ગ પર પગ મૂકો અને આત્માના માર્ગોએ જીવવાનો નિરધાર કરો કે તમારે જીવનની જૂની રીતને સંપૂર્ણરીતે તિલાંજલિ આપી દેવી જોઈએ.
તમે બેઉ જગતમાં પગ રાખી શકો નહીં.
પસંદગી તમારે કરવાની છે.
પછી એ પસંદગીમાંથી પાછા ફરવાપણું રાખતાં નહીં.
આગળ ગતિ કરતાં રહો.
એમાં જ્યારે તકલીફો ઊભી થાય ત્યારે તમને કદાચ 'જૂના મઝાના દિવસો'ની ઝંખના જાગે અને પાછા જવાનું મન થાય .
પણ આ જીવનમાં પાછા જવાપણું નથી.
જીવન અતિશય મુશ્કેલ થઈ જાય ત્યારે પણ, બાળક માના ગર્ભમાં પાછું જઈ શકે નહીં.
મરઘીનું બચ્ચું એના કોચલામાં કે પતંગિયું એના કોશેટામાં પાછું જઈ શકતું નથી.
જીવન પાછા પગલે ચાલી શકતું નથી.
એને હંમેશાં આગળ, હંમેશાં આગળ જવું જ જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 26 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 26
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.