શનિવાર, 27 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 27

     તમે જે કરો છો, જે રીતે જીવો છો, જે રીતે વિચારો છો તે દુનિયાની પરિસ્થિતિમાં મદદરૂપ બની શકે અથવા બાધારૂપ પણ બની શકે, એ બાબત તમને સારી પેઠે સમજાય છે?
ગુચવણનો ને અંધાધૂંધી, વિનાશ અને ખાનાખરાબીના વમળમાં ખેચાઇ જતાં અટકો અને તમારી આસપાસના જગતની સુંદરતા અને અદભુતતા પ્રત્યે ધ્યાન આપવાનું આ પળથી જ શરૂ કરી દો.
દરેકેદરેક વસ્તુ માટે આભાર માનો.
જેનો જેનો સંપર્ક થાય તે દરેક જીવની કલ્યાણ કામના કરો.
લોકોમાં, વસ્તુમાં, પરિસ્થિતિમાં નિકૃષ્ટ બાબતો જોવાનો ઇનકાર કરો, અને હંમેશા સર્વશ્રેષ્ઠ જ ખોળો.
આ કાંઈ શાહમૃગ જેવી વાત નથી જે દુનિયાની વાસ્તવિકતા જોવાની ના પાડે છે અને રેતીમાં માથું સંતાડી દે છે.
આ તો ફકત, દરેક વસ્તુમાં અને વ્યક્તિમાં ઉત્તમોત્તમ શોધતી અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી દ્રષ્ટિ છે.
તમે તમારી અંદર એક નાનકડું વિશ્વ છો.
તમારા આ નાનકડા વિશ્વના ઊંડાણમાં શાંતિ, સંવાદિતા, પ્રેમ અને સમજદારી હશે તો તમારી આસપાસના બાહ્ય જગતમાં એનું પ્રતિબિંબ પડશે.
તમે જ્યારે અે કરી શકો છો ત્યારે દુનિયાની સર્વ વિશાળ પરિસ્થિતિઓને મદદરૂપ બનવાનું તમે શરૂ કરો છો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.