આત્માના ગતિ- કલાપ સાથે તમે સૂર સાધો ત્યારે જે નિસ્પંદ નીરવતા આવે છે, તેમાં જ માત્ર સાંભળી શકાય એવા અંદરના અગ્રાહ્ય ધ્વનિઓને સાંભળવા પ્રયત્ને કરો તો! સંપૂર્ણ શાંતિની અે અવસ્થા માં તમારું આખું જીવન બદલાઈ જાય છે અને એક ઊંડી આંતરિક સૌમ્ય ગંભીર પ્રશાંતિનાં કિરણો બહાર ફેલાઇ છે.
જીવનની સમગ્રતા સાથે તમે તદાકાર બનો છો.
તમે ઉચે જતાં હો, પ્રેરિત થતાં હો, અંજવાળથી ભરાઈ રહેતા હો એવું તમને અનુભવાય છે, કારણ કે તમારું આખું અસ્તિત્વ મારા દિવ્ય તેજથી સભર થઇ રહે છે. તમે મન વડે નહિ, પણ હ્રદય વડે, વધુ ઊંચી ચેતના વડે સમજો છો.
તમે પછી ફ્કત તમારામાં જીવતાં નથી.
જાત તો પૂરેપુરી ભુલાઈ જાય છે અને તમારું જીવન તમારા મનવબંધુઓને પ્રેમ ને સેવા અર્પર્તું આયખું બની રહે છે.
તમે જયારે એ આપો છો ત્યારે જ અંદર નો એક અદ્ભુત આનંદ અને સુખ મળે છે, જે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ તમારી પાસેથી છીનવી લઇ શકે નહિ.
આનંદ સેવા માંથી આવે છે ને સેવા સમર્પણ માંથી આવે છે.
અત્યારે જ મારી સેવામાં મને સમર્પિત થાઓ અને એમ કરતાં તમારી જાતને વિસ્તરતી અનુભવો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 28 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 28
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.