તમે તમારા ખ્યાલો અને વિચારણા બદલવા તૈયાર છો? સહેજ પણ ખચકાટ કે સંશય વિના તમે કશુંક નવું સ્વિકારવા તૈયાર છો? કેટલાંક લોકો અક્કડ નથી હોતા, અને આ બાબત બહુ સહેલાઇથી કરી શકે છે પણ બીજાઓને ઘણી મુશ્કેલી પડે છે.
એને લીધે એમના જીવનમાં તાણ અને તકલીફ સર્જાય છે, અથવા તો પછી સ્થગિતતા આવી જાય છે, અને એ પણ લગભગ એટલું જ ખરાબ છે.
તમારે હિંમતવાન બની નવા માર્ગે આગળ વધવું જોઈએ, લેશમાત્ર ભય વિના, નકશા વગરના દરિયામાં સફર કરવી જોઈએ.
એ નવા, અણઆક્યા જળપ્રદેશોમાં હું તમને દોરી જાઉં છું અને હું તમને કોઈ નુકશાન થવા નહિ દઉં.
તમારા ક્ષણેક્ષણના સાથી અને ભોમિયા તરીકે મને સ્વીકારો.
એ અણ ખેડયા જળમાં તમારા સુકાની વગર જવાનું તો તમને કહેવામાં આવ્યું નથી!
હું તમારો સુકાની છું અને હું તમને કદી નિરાશ નહિ કરું.
મારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખો.
માર્ગ કપરો હોય તો ડરતા નહિ,
જોખમભર્યા હોય તો ફિકર કરતાં નહિ.
હું અે બધા માંથી તમને દોરી જઇશ, ફકત (સુકાન) સોંપી દેવાનું યાદ રાખો, અે કામ મને સોંપી દો અને વિરોધ ન કરો...!!
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
સોમવાર, 29 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 29
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Great words..inspirational
જવાબ આપોકાઢી નાખોKeep it up Brother
Thank you very much dear...
કાઢી નાખો