તમે જે કામ કરી રહયા છો અને જે જીવન જીવી રહ્યાં છો તેમાં તમને ખરેખર આનંદ આવે છે ? એક કામ માત્ર સારી રીતે કર્યું એમ નહીં, પણ ક્ષતિરહિતપણે કર્યું - એનું તમને ખરેખર ગૌરવ થાય છે ?
જો કોઈ પણ કામ જેમતેમ, પૂરું દિલ દીધા વગર કરવામાં આવ્યું હોય, તે પ્રત્યે તમને અણગમો થાય છે ?
તમે જે કરો તેમાં તમારું હૃદય એટલું પરોવાયેલું હોય છે ?
તમે બધું જ મારા માટે, મારા ગૌરવ ને મહિમા માટે કરો છો એ હકીકત પ્રત્યે એટલાં સભાન હો છો કે જેવીતેવી બાબતથી તમે સંતુષ્ટ જ ન રહી શકો ?
એમ હોય તો તે બરોબર જ છે.
અધૂરા ભાવથી,
ફરિયાદ કરતાં કરતાં કોઈ કામ કરવામાં આવ્યું હોય,
તો તેવા કામથી તમને કદી સંતોષ ન થવો જોઈએ.
જે કાંઈ કરવાનું હોય તે બધું આનંદ અને પ્રેમથી કરો.
એમાં તમારાં બધા જ કામ આવી જાય છે,
તુચ્છ દુન્યવી કામથી માંડીને અતિ મહત્વનાં બધાં જ.
તમે જે કાંઈ કાર્ય હાથમાં લો તે બધાં પરત્વેનું તમારું વલણ સુયોગ્ય હોય તે જુઓ,
જેથી એમાં તમે સુયોગ્ય આંદોલનો મૂકી શકો.
વળી તમે જોશો કે એમાં તમને આનંદ જ આવે છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 30 જાન્યુઆરી, 2018
જાન્યુઆરી 30
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.