બુધવાર, 31 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 31

     તમારી ચેતનાને ઊંચે લઇ જાઓ અને અનુભવ કરો કે તમે ઉંમરથી પર છો. તમે સમય જેટલાં યુવાન છો, શાશ્વતી જેટલાં સનાતન છો.
તમે અત્યારની, આ સદા વર્તમાન ક્ષણમાં સભરપણે પ્રકાશમય જીવન જીવો છો ત્યારે તમે સદાય વર્તમાન જેટલાં યુવાન હો છો.
તમે આત્મામાં અને સત્યમાં સતત નવજન્મ પામતાં રહો છો.
આ આધ્યાત્મિક જીવનમાં તમે ગતિશૂન્ય રહી શકો નહીં, એમાં હંમેશાં જ કશુંક નવું ઉત્તેજનાભર્યું શીખવાનું કે કરવાનું હોય છે.
પ્રતીક્ષાની અવસ્થામાં જીવવાથી તમે હંમેશા જાગ્રત અને જુવાન રહો છો.
એ તો માત્ર મન જ્યારે બૂઢું થઈ જાય ત્યારે જીવનમાંથી બધી ચમક અને ઉત્સાહ ઊડી જાય છે.
મન વડે કોઈ નવું સત્ય તમને ન સમજાય, તો શાંત થઈને બેસો અને તમારી ચેતનાને ઊંચે લાઇ જાઓ.
અસીમ વૈશ્વિક મન સાથે સૂર મેળવો અને એની સાથે, મારી સાથે એકરૂપ થાઓ અને તમે બધી જ બાબતો સમજવાને શક્તિમાન બનશો.
તમારા મનને સચેત રાખો,
તમે કદી ઘરડાં નહીં થાઓ.
તમારી ચેતના જ યૌવનનો ઝરો છે.
જીવનનો આનંદ એ જ આયુષ્યનું અમૃત છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.