મંગળવાર, 2 જાન્યુઆરી, 2018

જાન્યુઆરી 02

     આ આધ્યાત્મિક જીવનમાં તમારી  શરૂઆતો નાનકડી હોય તો તેની ચિંતા કરશો નહિ.
દરેક શુભ વસ્તુની શરૂઆત નાની જ હોય છે.
વિશાળ વટવૃક્ષ એક નાનકડા બીજમાંથી જ પાંગરે છે.
એક નાનકડા બીજમાંથી જ અત્યંત અદ્ભૂત છોડ અને ફૂલો પ્રગટ થાય છે.
પ્રેમના એક નાનકડા બીજ થકી અનેક જિંદગીઓ બદલાઈ જાય શકે છે.
શ્રદ્ધા અને ધારણાના એક નાનકડા વિચારમાંથી એક પછી એક મહાન કૃતિઓ સર્જાઈ શકે છે.
નાની વસ્તુઓ ઉગીને વિશાળ થાય છે.
જીવનની સઘળી નાની બાબતો માટે કૃતજ્ઞ થાઓ.
પછી તે જેમ જેમ વિકસતી જાય તેમ તેમ, તે દરેકેદરેક માટે તમે કૃતજ્ઞ બનશો અને તમારી કૃતજ્ઞતા શબ્દોમાં અને કાર્યોમાં વ્યક્ત કરશો.
જે અંદર છે તેને બહાર વ્યક્ત થવા દો.
હંમેશા યાદ રાખો કે કૃતજ્ઞતાથી ભરેલું હૃદય એ ખુલ્લું હૃદય છે,
અને મારે માટે ખુલ્લાં હૃદયમાં અને ખુલ્લાં હૃદય દ્વારા કામ કરવાનું ઘણું વધારે સહેલું બને છે.
આભાર માનો અને દરેક વસ્તુ માટે આભાર માનતાં રહો, જેથી હું બધોય વખત તમારામાં અને તમારી દ્વારા કામ કરી શકું અને મારી અદ્ભૂતતાઓ અને મહિમાને બધા જુએ તેમ પ્રગટ કરી શકું.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' - પુસ્તકમાંથી સાભાર.
અનુવાદક : ઈશા-કુન્દનિકા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.