તમે શામાં માનો છો?તમે મારામાં માનો છો? તમે માનો છો કે તમે મારી સાથે બોલાચાલી શકો? તમે માનો છો કે તમે જ્યારે આ આધ્યાત્મિક જીવન પૂરેપૂરાં એકાત્મ થઈને અને મારી સાથે તદ્રુપ થઈને જીવો છો ત્યારે અે કાર્ય કરે છે?
તમે માનો છો કે અે ધનું વ્યવહારુ જીવન છે અને તમારા જીવનમાં એવી કોઈ બાબત નથી જ્યાં આ જીવનરીતિ કામ ન લાગતી હોય?
તમારી માન્યતાઓને નિરાંતે સમય લઇ, તારવી તોળી જુઅો અને સૌથી વધુ તો એના વડે જીવતાં શીખો.
ઘણાં ઘણાં લોકો આ રીતનું જીવન વ્યવહારમાં ઉતારવામાં નિષ્ફળ જાય છે.
એઓ આ વિશે વાતો કરે છે પણ પોતાને માટે કે દુનિયાને માટે એમણે પુરવાર નથી કરી બતાવ્યું કે આ રીત કારગત છે, અને તમે જયારે બધામાં મને પીછાણો છો, મને સાદ પાડો છો, મારી મદદ ઈચ્છો છો ત્યારે તમારા જીવનની દરેકેદરેક બાબત યોગ્ય રીતે ગોઠવાઈ જવા માંડે છે. તમારી અંદરથી આવતા મારા શાંત ઝીણા અવાજને તમે અનુસરો છો ત્યારે એક સુંદર ફૂલની જેમ તમે ઉઘડવા માંડો છો અને તમને દેખાય છે કે આ તો કેવી અદ્ભૂત અને ખરેખર જીવી શકાય તેવી વ્યવહારુ જિંદગી છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 01
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.