શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 02

     ઘણું બધું કરવાનું છે પણ તમારે તમારી શક્તિઓને યોગ્ય દિશામાં વહાવતાં શીખવું જોઈએ; અનેક પ્રવૃત્તિઓમાં ચંચુપાત કરીને અે શક્તિને વેરવિખેર કરી નાખવી જોઈએ નહિ.
એવું સહેલાઇથી બની જતું હોય છે, એટલે અહીં જ સ્વયં- શિસ્તની જરૂર પડે છે.
તમારે ક્યું કાર્ય કરવાનું છે તે શોધી કાઢવું જોઈએ અને પછી સીધાં એમાં જ  લાગી જવું જોઈએ.
સેંકડો જુદાં જુદાં કામ અજમાવી જોવાના પ્રલોભનથી લોભાવું ન જોઈએ.
અલબત્ત, વૈવિધ્ય તો જોઈએ અને તમારે નમનીય પણ થવું જોઈએ.
પણ એનો અર્થ એ નહિ કે તમે તમારી શક્તિઓને વેરવિખેર કરી નાખો.
ઘણાં બધા કામ કરવાં અને ખરાબ રીતે કરવા એના કરતાં એક જ કામ કરવું અને પૂર્ણપણે કરવું એ ઘણું વધારે સારું છે.
હું તમને કહું છું કે તમે ઘણાં કામમાં હાથ ન નાખો પણ જે જે કામ હાથમાં લો તે બધાં કામમાં પૂર્ણતાવાદી  બનો.
શીખવા માટે તત્પર રહો અને એમ કદી ન માનો કે તમે બધા જવાબ જાણો છો. હંમેશા કંઇક નવું શીખવાનું હોય જ છે.
તમે જે કામ સંપૂર્ણતા કરવાનું જાણતા હો, તે કરતાં શીખો.
તમારા ધોરણો ઉંચામાં ઊચા રાખો...
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.