તમે મારા નિયમોનું પાલન કરો છો અને તેને અનુસરો છો તમે તમારું જીવન સમૃદ્ધ અને અતિશય કૃપાપાપ્ત બને છે.
પણ આ નિયમોનું તમે ઉલ્લંઘન કરો છો ત્યારે મોડાવહેલા તમને જણાય છે કે તમે નીચેની તરફ સરકી રહ્યા છો અને છેવટે તમને ખ્યાલ આવશે કે તમે ક્યાંક ખોટી દિશાએ વળી ગયાં છો.
પછી તમે આ ખોટી બાબતોને સુધારી લેવા કૃતનિશ્ચય બનશો ત્યારે તમારે પ્રથમ બાબતોને પ્રાથમિકતા આપવી પડશે અને તમારા સ્વચ્છંદ વિહરમાંથી પાછા વળી મને અને મારા રાજ્યને ખોલવા પડશે.
અલબત્ત, તમે છેક તળિયે પહોંચી ગયાં હો અને તમને એમ લાગવા માંડે કે જીવન હેતુશૂન્ય છે ત્યારે આ પ્રમાણે કરવાનું સહેલું નથી.
આમ છતાં તમારે અે કરવું જ પડશે.
તમારા પગ સૌથી નીચલા પગથિયે મૂકો અને ઉપર ચડવા માંડો, ભલેને એ વખતે અે ગમે તેટલું અઘરું લાગે.
જેવાં તમે નિરાશાની ગર્તામાંથી ધીરે ધીરે બહાર નીકળી ઉપલા પગથિયે પગ માંડશો કે તમારું જીવન બદલાશે અને જિંદગીમાં અને જીવવામાં તમને નક્કર હેતુ હાથ લાગશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 3 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 03
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
સાચી વાત છે 😥
જવાબ આપોકાઢી નાખો