રવિવાર, 4 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 04

     આધ્યાત્મિક જીવન જીવવાનો અર્થ અે નથી કે તમે જરૂરની અને જીવનને સરળ બનાવતી ભૌતિક વસ્તુઓથી વંચિત રહો છો.
એનો અર્થ માત્ર એટલો જ થાય છે કે સમાષ્ટિના હિત માટે અને મારા ગૌરવ ને મહિમા માટે જેનો ઉપયોગ કરવાની તમને જરૂર પડે તે એકેએક વસ્તુ તમારા ખપની છે.
અે જે કાંઈ હોય તે, એનું કામ પતી જાય એટલે પ્રેમ અને કૃતજ્ઞાતા સાથે મને પાછી વાળવાની છે, કારણકે તમને સમજાઈ ચૂક્યું છે કે તમારી પાસે જે છે તે સઘળું મારું છે.
તમને જણાશે કે તમે જેમ વધુ આપી દો છો, તેમ તમારી અંદર વધુને આવવા માટે જગ્યા થાય છે.
તમને જેની જરૂર હોય તે બધું સ્વીકારો, પણ કદી એના માલિક બનવાનો પ્રયાસ ન કરો.
કશાનીય પર તમે જેટલો વધુ માલિકીભાવ ધરાવશો એટલી અે ગુમાવી દેવાની સંભાવના વધશે.
મારા ભંડાર તો ભરપૂર છે,  ઊભરાય છે.
તમને સાચી મુલવણી આવડે પછી તમને કશાની પણ, લગીરે ખોટ નહિ પડે.
પણ હમેશાં દરેક બાબતમાં મને પ્રથમ મૂકવાનું, 
દરેક વસ્તુ માટે આભાર માનવાનું અને જેનું કામ પતી ગયું હોય તે મને પાછું સોંપી દેવાનું યાદ રાખો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.