સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 05

     તમને જવાબદારી સોંપવામાં આવે ત્યારે એને આનંદપૂર્વક ખભે ઉપાડી લો, એના ભાર તળે ઝૂકી ન જાઓ. એનું અક્ષરશઃ પાલન થાય એ ધ્યાન રાખો અને એ પૂરેપૂરી પાર પડે તે જોવાનું ન ચૂકો, ભલે એ વખતે એ ગમે તેટલી અઘરી કે ભારે લાગતી હોય.
હંમેશા યાદ રાખો કે તમને સહાય ને શક્તિ આપ્યા વગર, તમે ઉપાડવાને શક્તિમાન હો તેથી વધુ જવાબદારી હું તમને ન જ આપું.
તમે જવાબદારી ઉઠાવતાં જાઓ છો, તેમ તમારું કાઠું ને તમારું સામર્થ્ય વધે છે અને તમે વિશ્વાસપાત્ર, ભરોસાપાત્ર બનો છો, જેથી હું તમને એથીયે વધુ મોટી જવાબદારી સોંપી શકું.
ભાર ઊંચકવા માટે મને વિશ્વાસપાત્ર, ભરોસાપાત્ર લોકોની વધુ ને વધુ જરૂર છે.
આ હું નહીં કરી શકું - એવી ભીતિ વિના કરવાને તત્પર અને શક્તિમાન એવા તમારી મને જરૂર છે.
કોઈ દિવસ ક્યારેય પરાજયવાદી ન થાઓ.
હું કરી જ શકીશ એવો તમે દ્રઢ નિર્ણય કરો અને પરાજયનો વિચાર સુધ્ધાં કરવાની ના પાડો તો તમે કાંઈ પણ કરી જ શકશો.
માત્ર જાણી લો કે તમે સફળ થશો અને પછી તમે સફળ થશે જ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.