તમે જે કાંઈ કહો અને જે કાંઈ કરો તે બધું મારા માર્ગદર્શન પ્રમાણે કરો. ખૂબ ધીરજ રાખતાં શીખો. દરેક બાબત માટે યોગ્ય સમયની રાહ જોતાં શીખો. જાણો કે જ્યારે તમે બધું મારી સેવાર્થે કરતા હો છો અને દિશાદોર વગર ઝડપથી આગળ ધસી જતાં નથી ત્યારે બધી જ બાબતો સંપૂર્ણ રીતે બની આવે છે.
અનેક બાબતો એના યોગ્ય સમયે ઉદ્દઘાટિત થવાની રાહ જોઈ રહી છે.
દરેક વસ્તુ માટે ઝડપ થઈ રહી છે પણ ગમે તેમ તોય, જે બનવાની છે તે ઉઘાડની પ્રક્રિયા છે, કારણ કે મારી યોજનામાં સંપૂર્ણ લય અને સંવાદિતા છે.
કોઈ જ પગલું નક્શા બહારનું નથી, એટલે એની સાથમાં રહીને કામ કરો, વિરુદ્ધમાં નહીં.
તમે એની વિરુદ્ધ જઈને કામ કરવાનો પ્રયત્ન કરશો તો તમે થાકથી સાવ ખલાસ થઈ જશો, તમારા હાથમાં કશું નહીં આવે અને એ સામા પુરે તરવા જેવું થશે.
તમારી સઘળી શક્તિ વાપરીનેય તમે જ્યાંનાં ત્યાં રહેશો કે પછી ભરતીના વેગથી કિનારે પાછા ફેંકાઈ જશો.
જે અનિવાર્ય છે તેની વિરુદ્ધ કામ કરવાનું ટાળો, એના બદલે તમે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે જ કરી રહ્યાં છો તેવા પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શાંતિથી એના લયમાં જતાં શીખો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 6 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 06
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.