જરા સમય કાઢીને તમારું અંતર તપાસી જુઓ. તમે કોઈ વસ્તુ વિશે, કોઈ વ્યક્તિ વિશે 'એ તો છે જ ને!' - એવું માની લીધેલું છે ? જીવનથી તમે ધરાઈ ગયા હો, કંટાળી ગયાં હો એવું તમને ક્યારેય લાગે છે ? તમે આપનાર છો કે લેનાર છો ? તમારું જીવન તમારા માનવ-બંધુઓની સેવામાં અર્પિત છે કે પછી તમે પોતાને માટે ખાસ અધિકાર માગો છો ?
જ્યાં સુધી તમે આપો નહીં, અને પોતાની જાત માટે કોઈ પણ માગણી કર્યા વગર સેવા કરો નહીં ત્યાં સુધી તમે સાચું અને કાયમી સુખ મેળવવાની અપેક્ષા રાખી શકો નહીં.
આ જીવન સેવા માટેનું જીવન છે,
આપવા માટેનું જીવન છે;
ભગવાન પ્રત્યે, ભગવાનની સેવા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત જીવન છે, જયાં જાતનું વિસ્મરણ થાય છે અને તમે સમષ્ટિ માટે જીવવા લાગો છો.
જ્યારે તમે આ બધું સ્વીકારી શકો ત્યારે જ આ જે હું કહું છું તેનો અર્થ તમે સમજી શકશો કે તમે જે જીવો છો તે કેટલું સભર અને ઉજ્જ્વલ જીવન છે અને તમે કેટલાં બધાં કૃપાપાત્ર છો !
એટલે તમારી ચેતનાનો વિસ્તાર કરવાનું શરૂ કરી દો,
સમષ્ટિ માટે જીવવાનું અને કામ કરવાનું શરૂ કરી દો અને જુઓ કે તમારો આખોયે દ્રષ્ટિકોણ, આખુયે વલણ કેવાં બદલાઈ જાય છે !
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 7 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 07
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
💟
જવાબ આપોકાઢી નાખો