સવારે જાગો ત્યારે ફરી નવાં અને તાજાં થઈને ઊઠો, આજના ઉજ્જવલ દિવસ પાસેથી ઉત્તમમાં ઉત્તમ અપેક્ષા રાખો અને એટલે માત્ર ઉત્તમોત્તમ જ પામો.
હળવા થઈ જાઓ અને સૂત્રો મને સાંભળવા દો.
કદી પણ તાણ અને દબાણથી ભરેલા મન સાથે દિવસ ની શરૂઆત ન કરો.
ઊંઘ અને આરામ પ્રાણને ફરી તાજો બનાવે છે અને શક્તિથી ભરી દે છે.
પહેલું ડગલું સાચું ભરી, હૃદયને પ્રેમ અને કૃતજ્ઞાતાથી સભર કરી, નવા દિવસ માટે મહાન અપેક્ષાને રાખી દિવસની શરૂઆત કરો.
આજના દિવસ પર, એને વિરૂપ બનાવતા કોઈ ડાઘ હજુ પડ્યા નથી, તો એને શા માટે એવો જ ન રહેવા દેવો?
તમારી ચેતનાને સર્વોચ્ચ ભણી ઉન્મુખ રાખો અને આજના દિવસે અતિ અદ્ભુત બાબતો બનતી જુઓ.
અે નવો દિવસ છે ને નવી દિશા છે.
સર્વ ભૂલો અને નિષ્ળતાઓવાળી ગઈ કાલને પાછળ છોડી દો અને નવું પાનું ફેરવો.
તમારી પાછળ રહેલા જૂનાને આ નવા દિવસમાં શા માટે ખેચી લઈ આવવું?
અલબત્ત, પાઠ જરૂર શીખો, પણ અે પાઠ પર એટલા બધા શા માટે અટકી રહેવું જોઈએ કે અે તમને એના ભાર તળે દબાવી દે અને તમે નવામાં હળવા ને આનંદી હૃદય સાથે પ્રવેશ ન કરી શકો??
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.